India

CM બને એ પહેલાં જ TVK ચીફ વિજય સામે FIR નોંધવા હાઈકોર્ટ સમક્ષ માગ, ITમાં ગરબડનો આરોપ

By GS TEAM
7 May 20262 mins read
TukuTouch Logo
તમિલનાડુના રાજકારણમાં સક્રિય થયેલા અભિનેતા અને તમિલગા વેટ્રી કઝગમ (TVK) ના સ્થાપક સી. જોસેફ વિજય વિરુદ્ધ મદ્રાસ હાઈકોર્ટમાં એક રિટ પિટિશન દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં તેમની વર્ષ 2015ની ફિલ્મ પુલીના શૂટિંગ દરમિયાન થયેલી કથિત આવકવેરાના ગોટાળા બદલ ગુનાહિત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

CM બને એ પહેલાં જ TVK ચીફ વિજય સામે FIR નોંધવા હાઈકોર્ટ સમક્ષ માગ, ITમાં ગરબડનો આરોપ

Actor Vijay Income Tax Case: તમિલનાડુના રાજકારણમાં સક્રિય થયેલા અભિનેતા અને તમિલગા વેટ્રી કઝગમ (TVK) ના સ્થાપક સી. જોસેફ વિજય વિરુદ્ધ મદ્રાસ હાઈકોર્ટમાં એક રિટ પિટિશન દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં તેમની વર્ષ 2015ની ફિલ્મ પુલીના શૂટિંગ દરમિયાન થયેલી કથિત આવકવેરાના ગોટાળા બદલ ગુનાહિત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

શું છે સમગ્ર વિવાદ?

સપ્ટેમ્બર 2015માં આવકવેરા વિભાગે વિજયના નિવાસસ્થાને અને અન્ય કેટલાક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન એવા દસ્તાવેજો મળ્યા હોવાનો દાવો છે જે રોકડ વ્યવહારો તરફ ઈશારો કરે છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, ફિલ્મ પુલીના નિર્માતાઓએ વિજયને ચેક દ્વારા 16 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા, પરંતુ તે ઉપરાંત 4.93 કરોડ રૂપિયા રોકડા પણ આપ્યા હતા, જેનો કોઈ હિસાબ નહોતો. આક્ષેપ છે કે, ટેક્સ માત્ર ચેક દ્વારા મળેલી રકમ પર જ ચૂકવવામાં આવ્યો હતો, જ્યારે રોકડ રકમ પર TDS કાપવામાં આવ્યો નહોતો.

આ પણ વાંચો : 118 સહીઓ લઈને આવજો: રાજ્યપાલે સતત બીજા દિવસે વિજયને ખાલી હાથે પાછા મોકલ્યા, તમિલનાડુમાં સસ્પેન્સ વધ્યું

વિજયે શું કરી હતી કબૂલાત?

અરજી મુજબ, આવકવેરા અધિકારીઓની પૂછપરછ દરમિયાન વિજયે સ્વીકાર્યું હતું કે, તેમને રોકડ રકમ મળી હતી અને તે રકમ પર ટેક્સ ચૂકવવા તેઓ સંમત થયા હતા. વધુમાંતેમણે નાણાકીય વર્ષ 2015-16 માટે સ્વેચ્છાએ 15 કરોડ રૂપિયાની વધારાની આવક જાહેર કરી હતી. વર્ષ 2016-17 ના ટેક્સ રિટર્નમાં તેમણે કુલ 35.42 કરોડ રૂપિયાની આવક દર્શાવી હતી.

હવે શા માટે વિવાદ થયો?

જોકે આ મામલો વર્ષો જૂનો છે, પરંતુ હવે આ રિટ પિટિશન દ્વારા માંગ કરવામાં આવી છે કે આવકવેરા વિભાગની તપાસમાં જે તથ્યો સામે આવ્યા હતા, તેના આધારે વિજય વિરુદ્ધ વિધિવત FIR નોંધવી જોઈએ. મુખ્ય ન્યાયાધીશ સુશ્રુત અરવિંદ ધર્માધિકારીની ખંડપીઠે આ અરજીને મંજૂરી આપી છે અને ટૂંક સમયમાં તેની સુનાવણી હાથ ધરવામાં આવશે.