Get The App

જમ્મુ કાશ્મીરના બિલાવરમાં અથડામણ, ત્રણ આતંકીઓ છૂપાયા હોવાની આશંકા, સર્ચ ઓપરેશન શરુ

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
જમ્મુ કાશ્મીરના બિલાવરમાં અથડામણ, ત્રણ આતંકીઓ છૂપાયા હોવાની આશંકા, સર્ચ ઓપરેશન શરુ 1 - image


Image Source: IANS

Jammu Kashmir News: જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લાના બિલાવર વિસ્તારમાં બુધવારે બપોરથી સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. કોહગ, કોમાદ નાલા અને ધનુ પરોલની આસપાસના વિસ્તારોમાં આ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. બિલાવરમાં ત્રણ આતંકવાદીઓ છૂપાયા હોવાની આશંકા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બપોરના સુમારે ધનુ પરોલ વિસ્તારમાં એક સશસ્ત્ર શંકાસ્પદ વ્યક્તિ જોવા મળી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું.

જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે.