Get The App

ઈલોન મસ્કનું મોટું પગલું, ભારતમાં બે લાખથી વધુ એક્સ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો, જાણો કારણ

Updated: Apr 16th, 2024

GS TEAM

Google News
Google News
ઈલોન મસ્કનું મોટું પગલું, ભારતમાં બે લાખથી વધુ એક્સ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો, જાણો કારણ 1 - image


X Update: ઈલોન મસ્ક(Elon Musk)ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X)ના રિપોર્ટમાં એક ચોંકાવનાર ખુલાસો થયો છે કે X પ્લેટફોર્મે ભારતમાં 2.13 લાખ એકાઉન્ટ બંધ કર્યા છે. કંપનીની નીતિઓના ઉલ્લંઘનને કારણે આ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

આ કારણે કાર્યવાહી કરવામાં આવી

રિપોર્ટ મુજબ X પ્લેટફોર્મે 26 ફેબ્રુઆરીથી 25 માર્ચ 2024 વચ્ચે 2.13 લાખ એકાઉન્ટને બંધ કર્યા છે. આ એકાઉન્ટ્સ પર કાર્યવાહી કરવામાં આવી છે કેમકે તેમાથી કંપનીની નીતિઓ વિરુદ્ધ પોસ્ટ થઈ રહી હતી. આમાંથી કેટલાક એકાઉન્ટ અશ્લીલતા ફેલાવતા હતા અને કેટલાક આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. રિપોર્ટ અનુસાર, X પ્લેટફોર્મે કુલ 2,12,627 એકાઉન્ટ્સ પર કાર્યવાહી કરી છે. આ  એકાઉન્ટ્સ ગેરકાયદેસર અને હાનિકારક સામગ્રી સાથે સંકળાયેલા હતા. આ સિવાય ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપતા 1,235 એકાઉન્ટ પણ મળી આવ્યા છે.

ઉલ્લંઘનને અવગણશે નહીં

ઇન્ટરનેટની દુનિયામાં ઘણા લોકો આ સ્વતંત્રતાનો દુરુપયોગ કરે છે. આવી સ્થિતિમાં યુઝર્સ મનમાની કરતા હોય છે. X પ્લેટફોર્મ આવી પ્રવૃત્તિઓને અવગણશે નહીં અને આ એકાઉન્ટ્સને બંધ કરશે. આ પહેલીવાર નથી કે એક્સ દ્વારા એકાઉન્ટ પર કાર્યવાહી કરવામાં આવી હોય. અગાઉ પણ આવી કાર્યવાહી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દર મહિને તેનો અનુપાલન રિપોર્ટ જાહેર કરે છે. જેમાં યુઝર્સની સુરક્ષા માટે લેવામાં આવેલા પગલાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે. કંપની એ પણ જણાવે છે કે કેટલા એકાઉન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. માત્ર X જ નહીં, અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ આવી રિપોર્ટ જાહેર કરે છે.

ઈલોન મસ્કનું મોટું પગલું, ભારતમાં બે લાખથી વધુ એક્સ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો, જાણો કારણ 2 - image

Tags :