Get The App

બિહારના ઇલેકશનમાં પહેલી વાર ઉપયોગમાં લેવાશે ECIની નવી એપ: હવે ઇલેકશનનું કામ થશે સરળ અને સુરક્ષિત

Updated: Oct 6th, 2025

GS TEAM

Google News
Google News
બિહારના ઇલેકશનમાં પહેલી વાર ઉપયોગમાં લેવાશે ECIની નવી એપ: હવે ઇલેકશનનું કામ થશે સરળ અને સુરક્ષિત 1 - image

ECI New App: ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયા (ECI) દ્વારા નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. એને ECI Net નામ આપવામાં આવ્યું છે. આ એક ડિજિટલ પ્લેટફોર્મ છે જેને આગામી બિહારના ઇલેકશનમાં પહેલી વાર ઉપયોગમાં લેવામાં આવશે. ઇલેકશન માટેની લગભગ 40 એપ્લિકેશન છે અને આ દરેક એપ્લિકેશનની પ્રોસેસને એક જ એપ્લિકેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઇલેકશનની તમામ પ્રોસેસને એકદમ સરળ અને અસરકારક બનાવવા માટે આ એપ્લિકેશન બનાવવામાં આવી છે.

ઇલેકશન સાથે સંકળાયેલા ઓફિસર્સ માટે લાખો દુખોની એક દવા

ઇલેકશનમાં ઘણાં લોકો સંકળાયેલા હોય છે. બુથથી લઈને ઇલેકશનની તૈયારી કરનારથી લઈને ચીફ ઇલેક્ટોરલ ઓફિસર્સ સુધીના ઘણાં લોકો એમાં સંકળાયેલા હોય છે. આ તમામ ઓફિસરને ઇલેકશનને લઈને જે પણ કામ પડે છે એ માટે આ નવી એપનો ઉપયોગ કરવાનું રહેશે. ઇલેકશન મોનિટરિંગથી લઈને, વોટ મેનેજમેન્ટથી લઈને કમ્યુનિકેશનથી લઈને રિપોર્ટિંગ સુધીની દરેક વસ્તુ માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે. દરેક લેવલના ઓફિસર્સ વચ્ચે ઓર્ડરનો તાલમેલ બેસાડવા માટે આ એપ્લિકેશન બનાવવામાં આવી છે જેથી દરેક વ્યક્તિ એક મેક સાથે સારી રીતે કોર્ડિનેટ કરી શકે. આ સાથે જ વોટર માટેની રિયલ-ટાઈમ ઇન્ફોર્મેશન પણ તેમને મળશે.

રિયલ-ટાઈમ મોનિટરિંગ અને સિક્યોર ઓપરેશન્સ

ECI Net એપ્લિકેશનમાં વોટર રજિસ્ટ્રેશનની રિયલ-ટાઈમ અપડેટ મોનિટર કરી શકાશે. આ સાથે જ પોલને લઈને જે પણ અરેન્જમેન્ટ હશે અને કાઉન્ટિંગ સ્ટેટસ દરેક વસ્તુ એના પર જોઈ શકાશે. એમાં 1950 વોટર હેલ્પલાઇન સર્વિસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એની મદદથી યુઝર્સ સીધા તેમના બુથ લેવલ ઓફિસર સાથે સંપર્ક કરી શકશે. આ પ્લેટફોર્મ પર જેટલા પણ ડિજિટલ ઓપરેશન કરવામાં આવે છે એ માટે એડવાન્સ ઇન્ક્રિપ્શનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એના ડેટાની સિક્યોરિટીમાં ખૂબ જ વધારો થયો છે.

લોકોને ઇલેકશન ઓફિસર સાથે જોડશે

ECI Net એપ્લિકેશનની મદદથી લોકો 90,712 બુથ લેવલ ઓફિસર, 243 ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર્સ અને 38 ડિસ્ટ્રિક્ટ ઇલેકશન ઓફિસર્સ સાથે જોડાઈ શકશે. વોટર હેલ્પલાઇન નંબર પર ફોન કરવાથી સીધો તેમની સાથે સંપર્ક કરી શકાશે. આ એપ્લિકેશનની મદદથી વોટર તેમના બુથ લેવલ ઓફિસર સાથે ફોન કોલ શેડ્યૂલ પણ કરી શકશે.

આ પણ વાંચો: અમેરિકામાં ભારતે લગાવ્યું પહેલું લાઈ-ફાઈ ઈન્ટરનેટ, જાણો આ નવી ટેકનોલોજી શું છે…

બિહાર ઇલેકશનમાં પહેલીવાર ઉપયોગ

બિહારનું ઇલેકશન હાલમાં જ જાહેર કરવામાં આવ્યું છે. એમાં બે ચરણમાં ઇલેકશન થશે. પહેલું ઇલેકશન 6 નવેમ્બરે અને બીજું 11 નવેમ્બરે યોજાશે. આ એપ્લિકેશન ભારતભરમાં લોન્ચ કરવામાં આવે એ પહેલાં એને બિહારના ઇલેકશનમાં ટેસ્ટ કરવામાં આવશે. આથી જો કોઈ સમસ્યા આવી તો એને સુધારવામાં આવશે અને ત્યાર બાદ એને ભારતભરમાં લોન્ચ કરવામાં આવશે.