'આરોપો પાયાવિહોણા અને ખોટા છે...' રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ બાદ ચૂંટણી પંચનો જવાબ
Election Commission On Rahul Gandhi Blames: રાહુલ ગાંધીના 'વોટ ચોરી'ના દાવાઓને ચૂંટણી પંચે ફરી એકવાર પાયાવિહોણા ગણાવ્યા છે. વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા ચીફ ઈલેક્શન કમિશ્નર જ્ઞાનેશ કુમાર પર મૂકવામાં આવેલા આરોપોને પણ ખોટા અને આધારહિન ગણાવ્યા છે.
ચૂંટણી પંચના ચીફ કમિશ્નર જ્ઞાનેશ કુમારે કહ્યું કે, રાહુલ ગાંધીના તમામ આરોપો ખોટા છે. ક્યારે પણ વોટ ઓનલાઇન ડિલીટ થઈ શકે નહીં. આલંદમાં વોટ ડિલીટના પ્રયાસની જાણ થતાં અમે પોતે જ એફઆઇઆર નોંધાવી હતી.
આ પણ વાંચોઃ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વોટ ચોરોના રક્ષક બની ગયા છે: રાહુલ ગાંધી
ઓનલાઈન ડિલીટ થઈ શકે જ નહીંઃ EC
ચૂંટણી પંચે જણાવ્યું કે, કોઈપણ વોટ ઓનલાઈન ડિલીટ થઈ શકે જ નહીં. તેમાં પણ જે રીતે રાહુલ ગાંધીએ સમજાવ્યું છે, તે મુજબ સામાન્ય પ્રજા આવું કરી શકે નહીં. વોટ ડિલીટ કરતાં પહેલાં પ્રભાવિત વ્યક્તિને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરેપૂરી તક મળે છે. 2023માં આલંદ વિધાનસભા ક્ષેત્રમાં વોટ ડિલીટ કરવાના અમુક નિષ્ફળ પ્રયાસો થયા હતા. અને આ મામલે ચૂંટણી પંચે પોતે જ એફઆઈઆર નોંધાવી હતી. ચૂંટણી પંચના રેકોર્ડ અનુસાર, 2018માં આલંદ બેઠક પર ભાજપના સુભાષ ગુટ્ટેદાર જીત્યા હતા, બાદમાં 2023માં કોંગ્રેસના બીઆર પાટિલ.
રાહુલ ગાંધીએ નવી દિલ્હીના ઈન્દિરા ભવન ઓડિટોરિયમમાં પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે, દેશમાં મોટાપાયે વોટ ચોરી થઈ રહી છે. દેશની ચૂંટણી સિસ્ટમને હાઈજેક કરી વોટ ચોરી થઈ રહી છે. આ વોટ ચોરોની રક્ષા સ્વંય ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર કરી રહ્યા છે.