Get The App

PM મોદીના કાફલાની તપાસ કરનારા IAS ઓફિસરને ચૂંટણી પંચે સસ્પેન્ડ કરી દીધાં

Updated: Apr 18th, 2019

GS TEAM


Google News
Google News
PM મોદીના કાફલાની તપાસ કરનારા IAS ઓફિસરને ચૂંટણી પંચે સસ્પેન્ડ કરી દીધાં 1 - image

નવી દિલ્હી, તા. 18 એપ્રિલ 2019, ગુરુવાર

ઓડિશામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાની તપાસ કરવાનો પ્રયાસ કરનાર આઇએએસ ઓફિસરને ચૂંટણી પંચે સસ્પેન્ડ કરી દીધાં છે. આ મામલામાં વડાપ્રધાન કાર્યાલયે દખલ કરી હતી જે બાદ ચૂંટણી પંચે કાર્યવાહી કરી હતી.

ચૂંટણી પંચે મોહમ્મદ મોહસિન નામના આઇએએસ અધિકારીને સસ્પેન્ડ કરી દીધાં છે. મોહસિને મંગળવારે વડાપ્રધાન મોદીના કાફલાની તપાસ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને એમ કરતા રોકવામાં આવ્યાં હતાં. કર્ણાટક (1996) બેચના આઇએએસ મોહમ્મદ મોહસિન સંબલપુરમાં જનરલ ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત હતાં.

આ મામલામાં વડાપ્રધાન કાર્યાલયે દરમિયાનગીરી કરી હતી અને ચૂંટણી પંચના અધિકારી આ મામલાની તપાસ કરવા ઓડિશા પણ ગયા હતાં. પીએમઓના હસ્તક્ષેપ બાદ તેમને ડ્યૂટી પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.

Tags :