app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

તમામ રાજકીય પક્ષોએ નાણાકીય વ્યવહારોની વિગતો આપવી પડશે, ચૂંટણીપંચે ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું

આ પોર્ટલ પર તમામ રાજકીય પક્ષોએ તેમની નાણાકીય વિગતોની માહિતી આપવાની રહેશે

દેશમાં ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક બનાવવાના હેતુથી ચૂંટણી પંચે આ ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું

Updated: Jul 3rd, 2023

image : Twitter

 DD NEWS

ચૂંટણી પંચે સોમવારે એક ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું હતું. આ પોર્ટલ પર તમામ રાજકીય પક્ષોએ તેમની નાણાકીય વિગતોની માહિતી આપવાની રહેશે. નાણાકીય વિગતોની સાથે રાજકીય પક્ષોએ ચૂંટણી ખર્ચ અને પક્ષને મળેલા નાણાકીય યોગદાનની માહિતી પણ આપવાની રહેશે. દેશમાં ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક બનાવવાના હેતુથી ચૂંટણી પંચે આ ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે.

ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા વધારવાની તૈયારી

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર છેલ્લા એક વર્ષથી આ પોર્ટલ પર કામ કરી રહ્યા હતા. આ પોર્ટલ ચૂંટણી પંચની 3C વ્યૂહરચનાનો એક ભાગ છે, જેમાં રાજકીય ભંડોળ અને ખર્ચમાં પારદર્શિતા અને જવાબદારીને મજબૂત કરવા માટે સફાઈ, ગેરકાયદેસર ભંડોળ પર કડક કાર્યવાહી અને નિયમોનું પાલન શામેલ છે. ઉલ્લેખનીય છે કે જે રાજકીય પક્ષો તેમના નાણાકીય નિવેદનોની વિગતો રજૂ નહીં કરે, તેઓએ લેખિતમાં કારણ આપવું પડશે. આ સાથે સીડી અને પેન ડ્રાઇવ સાથે નિયત ફોર્મેટમાં રિપોર્ટ ફાઇલ કરવાનો રહેશે.

ચૂંટણીપંચ તમામ રિપોર્ટ ઓનલાઈન જાહેર કરશે 

ચૂંટણી પંચ તમામ રિપોર્ટ ઓનલાઈન જાહેર કરશે. ચૂંટણી પંચે આ અંગે તમામ રાજકીય પક્ષોને પત્ર લખ્યો છે. પોર્ટલ પર યોગદાન અહેવાલ, ઓડિટ વાર્ષિક અહેવાલ અને ચૂંટણી ખર્ચની વિગતો ફાઇલ કરવાની સુવિધા હશે. નોંધનીય છે કે જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 હેઠળ, પંચે સમયાંતરે ચૂંટણી પંચને રાજકીય પક્ષોની નાણાકીય વિગતો આપવી જરૂરી છે.

Gujarat