India

બંગાળ-આસામ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત, ગુજરાતની એક બેઠક પર યોજાશે પેટા-ચૂંટણી

By GS TEAM
15 Mar 20262 mins read
TukuTouch Logo
ભારતીય ચૂંટણી પંચ (ECI) થોડીવારમાં પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરશે. વિજ્ઞાન ભવન ખાતે યોજાનારી આ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સંપૂર્ણ વિગતો આપશે.

Summarized by AI; it may make mistakes. Check important info

બંગાળ-આસામ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત, ગુજરાતની એક બેઠક પર યોજાશે પેટા-ચૂંટણી

Election Commission: ભારતીય ચૂંટણી પંચ (ECI) પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરલમ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરી, જેમાં 17.4 કરોડ મતદારો ભાગ લેશે, 2.19 લાખ જેટલા મતદાન કેન્દ્રો ઊભા કરવામાં આવશે અને 25 લાખ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે. તમિલનાડુમાં 23 એપ્રિલે અને બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન તો આસામ, કેરલમ અને પુડુચેરીમાં 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે. બધા રાજ્યોના પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે.

ગુજરાતમાં એક બેઠક પર પેટા ચૂંટણી

ગુજરાતમાં ઉમરેઠ બેઠક પર ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારનું નિધન થતાં બેઠક ખાલી પડી છે, જેના પર પેટા ચૂંટણી યોજાશે, 23 એપ્રિલના રોજ મતદાન તો 4 મેના રોજ પરિણામ જાહેર થશે. 

જાણો કયા રાજ્યમાં ક્યારે મતદાન અને મતગણતરી?

પશ્ચિમ બંગાળ: બે તબક્કામાં મતદાન, 23 અને 29 એપ્રિલે મતદાન તો 4 મેના રોજ પરિણામ

તમિલનાડુ: 23 એપ્રિલે એક તબક્કામાં મતદાન, 4 મેના રોજ પરિણામ

કેરલમ: 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન, 4 મેના રોજ પરિણામ

આસામ: 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન, 4 મેના રોજ પરિણામ

પુડુચેરી: 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન, 4 મેના રોજ પરિણામ


પશ્ચિમ બંગાળનો ચૂંટણી કાર્યક્રમ







આસામનો ચૂંટણી કાર્યક્રમ




ગુજરાતમાં એક બેઠક પર પેટા ચૂંટણી



5 રાજ્યોની 824 બેઠકો પર ચૂંટણી

પશ્ચિમ બંગાળ: 294 બેઠકો

તમિલનાડુ: 234 બેઠકો

કેરલમ: 140 બેઠકો

આસામ: 126 બેઠકો

પુડુચેરી:  30 બેઠકો

પશ્ચિમ બંગાળ વિધાનસભાનો કાર્યકાળ પહેલા 7 મેના રોજ, તમિલનાડુનો 10 મેના રોજ, આસામનો 20 મેના રોજ અને કેરલમનો 23 મેના રોજ સમાપ્ત થાય છે. પુડુચેરી વિધાનસભાનો કાર્યકાળ છેલ્લે 15 જૂનના રોજ સમાપ્ત થાય છે.

ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ 


મમતા બેનરજીનું મોટું એલાન 

ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ પહેલા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે, 'મને આ જાહેરાત કરતા ખુશી થાય છે કે અમારા પુરોહિતો અને મોઅઝ્ઝીનને અપાતા માસિક માનદ વેતનમાં 500 રૂપિયાનો વધારો કરાયો છે. હવે તેમણે પ્રતિમાસ 2 હજાર રૂપિયા મળશે.'

આદર્શ આચારસંહિતા લાગુ

ચૂંટણી પંચ દ્વારા તારીખોની જાહેરાત થતાની સાથે જ આ તમામ રાજ્યોમાં 'આદર્શ ચૂંટણી આચારસંહિતા' (Model Code of Conduct) તત્કાલ પ્રભાવથી લાગુ થઈ