India

EDની મોટી કાર્યવાહી: રહેજા ડેવલપર્સના 7 ઠેકાણા પર દરોડા, ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડીનો આરોપ

By GS TEAM
25 Apr 20262 mins read
TukuTouch Logo
દિલ્હી-NCRમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની જાણીતી કંપની રહેજા ડેવલપર્સ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 25 એપ્રિલના રોજ EDના દિલ્હી ઝોનલ યુનિટે કંપનીના માલિક નવીન રહેજા, તેના પુત્ર નયન રહેજા અને અન્ય ડિરેક્ટરો સાથે સંકળાયેલા સાત સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં નોઈડા, ગ્રેટર નોઈડા, સૈનિક ફાર્મ્સ અને ન્યુ ફ્રેન્ડ્સ કોલોની જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ દરોડા અંદાજે 2500 કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગના ગંભીર આરોપોને પગલે પાડવામાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

EDની મોટી કાર્યવાહી: રહેજા ડેવલપર્સના 7 ઠેકાણા પર દરોડા, ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડીનો આરોપ
(IMAGE - IANS)

ED Raids Raheja Developers: દિલ્હી-NCRમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની જાણીતી કંપની રહેજા ડેવલપર્સ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 25 એપ્રિલના રોજ EDના દિલ્હી ઝોનલ યુનિટે કંપનીના માલિક નવીન રહેજા, તેના પુત્ર નયન રહેજા અને અન્ય ડિરેક્ટરો સાથે સંકળાયેલા સાત સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં નોઈડા, ગ્રેટર નોઈડા, સૈનિક ફાર્મ્સ અને ન્યુ ફ્રેન્ડ્સ કોલોની જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ દરોડા અંદાજે 2500 કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગના ગંભીર આરોપોને પગલે પાડવામાં આવ્યા છે.

4500 ગ્રાહકો પાસેથી ઉઘરાવ્યા 2500 કરોડ રૂપિયા

તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, રહેજા ડેવલપર્સે તેના 'રહેજા રેવંતા'(Raheja Revanta) પ્રોજેક્ટ સહિત અન્ય પ્રોજેક્ટ્સમાં આશરે 4500 ઘર ખરીદનારાઓ પાસેથી 2500 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ઉઘરાવી હતી. જોકે, વર્ષો વીતી જવા છતાં અને પૂરેપૂરું પેમેન્ટ લીધા પછી પણ બિલ્ડરે ગ્રાહકોને ફ્લેટનો કબજો સોંપ્યો નથી. આ મામલે સૌપ્રથમ દિલ્હી પોલીસના ઇકોનોમિક ઓફેન્સ વિંગ(EOW) દ્વારા ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે હવે EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(PMLA) હેઠળ તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: 'કેજરીવાલ દિલ્હીના રહેમાન ડકૈત', AAP પ્રમુખ પર ભાજપનો 'શીશ મહેલ પાર્ટ-2'નો આરોપ

પ્રોજેક્ટના નાણાં અન્ય જગ્યાએ વાપર્યા હોવાની શંકા

EDને આશંકા છે કે ગ્રાહકો પાસેથી એકત્રિત કરવામાં આવેલા નાણાંનો ઉપયોગ પ્રોજેક્ટ પૂરો કરવાને બદલે અન્ય જગ્યાએ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. હાલમાં ચાલી રહેલી તપાસ દરમિયાન અધિકારીઓ નાણાકીય રેકોર્ડ્સ, પ્રોજેક્ટના ડોક્યુમેન્ટ્સ અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓ શોધી રહ્યા છે જેથી ફંડના દુરુપયોગનો પત્તો લગાવી શકાય. NCR માર્કેટમાં ઘરના સપના જોતા હજારો મધ્યમવર્ગીય પરિવારો સાથે થયેલી આ છેતરપિંડી સામેની આ કાર્યવાહીથી રિયલ એસ્ટેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, આ દરોડા અંગે રહેજા ડેવલપર્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.