India

છાંગુર બાબા અને તેના સાગરીતોના 15 ઠેકાણા પર EDના દરોડા, રૂ.60 કરોડથી વધુ મની લોન્ડ્રિંગ થયાનો ઘટસ્ફોટ

By GS TEAM
18 Jul 20252 mins read
TukuTouch Logo
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મની લોન્ડ્રિંગ મામલે જમાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબા વિરુદ્ધમાં મોટી કાર્યવાહી કરી છે. લખનઉ ઝોનની ટીમે બલરામપુર, લખનઉ અને મુંબઈમાં છાંગુર બાબા અને નવીન રોહરા સહિત અન્ય સાથે સંકળાયેલા 15 ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

છાંગુર બાબા અને તેના સાગરીતોના 15 ઠેકાણા પર EDના દરોડા, રૂ.60 કરોડથી વધુ મની લોન્ડ્રિંગ થયાનો ઘટસ્ફોટ

ED raids on Chhangur Baba : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મની લોન્ડ્રિંગ મામલે જમાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબા વિરુદ્ધમાં મોટી કાર્યવાહી કરી છે. લખનઉ ઝોનની ટીમે બલરામપુર, લખનઉ અને મુંબઈમાં છાંગુર બાબા અને નવીન રોહરા સહિત અન્ય સાથે સંકળાયેલા 15 ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. 

EDની તપાસમાં શું આવ્યું સામે?

ઉત્તર પ્રદેશની એટીએસ દ્વારા નોંધાવામાં આવેલી પોલીસ ફરિયાદના આધારે EDએ તપાસ આદરી હતી. જેમાં ગેરકાયદે ધર્માંતરણ, વિદેશી ફંડિંગ અને દેશની સુરક્ષાને લઈને ગંભીર આરોપો લગાવામાં આવ્યા હતા. જ્યારે તપાસમાં સામે આવ્યું હતું કે, છાંગુર બાબા બલરામપુર સ્થિત ચાંદ ઔલિયા દરગાહ ખાતેથી આખુ નેટવર્કનું સંચાલન કરવામાં આવતું હતું. આરોપ છે કે, આરોપી દ્વારા  અનુસૂચિત જાતિ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ડરાવી અને લાલચ આપીને ધર્માંતરણ કરાવતા હતા.

રૂ.60 કરોડથી વધુ શંકાસ્પદ રકમની લેતી-દેતી

EDએ છાંગુર અને તેની સહયોગીના 22 જેટલાં બેંક ખાતાની તપાસ કરી છે. આ બેંક ખાતામાં રૂ. 60 કરોડથી વધુ શંકાસ્પદ રકમની લેતી-દેતી થઈ છે. જેમાંથી મોટાભાગની રકમ વિદેશી ફંડિંગ હોવાનું સામે આવ્યું છે. EDના દરોડમાં ગેરકાયદે પ્રોપર્ટી નિર્માણમાં પૈસા લગાવ્યા હોવાના અનેક પૂરાવા મળી આવ્યા હતા. 

આ પણ વાંચો: Explainer: કર્ણાટકના ‘ધર્મસ્થલ’માં મળેલા હાડપિંજરોની હકીકત, બે દાયકા સુધી આચરેલા બળાત્કારો અને હત્યાઓનો પર્દાફાશ

ઉલ્લેખનીય છે કે, આ સંપત્તિ છાંગુર પોતાના નામે નહીં, પરંતુ નવીન રોહરા અને નીતૂ રોહરાના નામે ખરીદી હતી. જેથી સાચા માલિકની ઓળખ છુપાવી શકાય છે. આ મામલે EDએ સ્થળ પરથી જરૂરી દસ્તાવેજ અને પૂરાવા એકત્ર કરી લીધા છે.