(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧
રિયલ મની ઓનલાઇન મની ગેમિંગ એપ વિન્ઝોની એકાઉન્ટિંગ ફર્મમા
દરોડા પાડવામાં આવ્યા છે તથા ૧૯૨ કરોડ રૃપિયાની નવી બેંક ડિપોઝીટ, મ્યુચલ ફંડ અને
ફિકસ્ડ ડિપોઝીટ ફ્રીઝ કરી દીધી છે તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એક
નિવેદનમાં જણાવ્યું છે.
ઓડિટરની ઓફિસમાં આ દરોડા ૩૦ ડિસેમ્બરે પાડવામાં આવ્યા હતાં.
કેન્દ્રીય તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તપાસ દરમિયાન ઝેડઓ ગેમ્સ
પ્રાઇવેટ લિમિટેડ (વિન્ઝો પ્રાઇવેટ લિમિટેડની સંપૂર્ણ માલિકીની ભારતીય સબસિડરી
કંપની)ની ગુનાહિત આવક ૧૯૨ કરોડ રૃપિયા ફ્રીઝ કરી દેવામાં આવી છે.
તેમણે જણાવ્યું હતું કે આ ફંડ બેંક બેલેન્સ, ફિકસ્ડ ડિપોઝીટ
અને મ્યુચલ ફંડના રૃપમાં છે. નવેમ્બરમાં એજન્સીએ વિન્ઝોના સ્થાપકો સૌમ્યા સિંહ
રાઠોડ અને પાવન નંદાને ઇંડીની બેંગાલુરુ
ઝોનલ ઓફિસમાં પૂછપરછ પછી ધરપકડ કરવામાં આવી હતી.
કેટલાક દિવસ પહેલા બેંગાલુરુની એક કોર્ટે રાઠોડને જમાનત
આપ્યા હતાં જ્યારે નંદાને આ પ્રકારની રાહત આપવામાં આવી ન હતી. ઇડીએ આ કેસમાં પ્રથમ
વખત નવેમ્બરમાં દરોડા પાડયા હતાં.
તે સમયે ઇડીએ જણાવ્યું હતું કે વિન્ઝો ગેમ્સના ૫૦૫ કરોડ
રૃપિયાના બોન્ડ, ફિકસ્ડ
ડિપોઝીટ અને મ્યુચલ ફંડ ફ્રીઝ કરવામાં આવ્યા છે.
તે સમયે આ આરોપો પર પ્રતિક્રિયા આપતા વિન્ઝોના એક પ્રવક્તાએ
એક નિવેદનમાં જણાવ્યું હતું કે નિષ્પક્ષતા અને પારદર્શકતા વિન્ઝોના પ્લેટફોર્મને
ડિઝાઇન અને સંચાલિત કરવાનાં મૂળમાં છે.
ઇડીએ આરોપ મૂક્યો છે કે કંપની ગુનાહિત અને અનૈતિક પ્રવૃત્તિઓમાં સામેલ હતી કારણકે
ગ્રાહકોને બતાવ્યા વગર માણસોને બદલો બોટ્સ,
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એઆઇ),
અલ્ગોરિથમ તથા 'પીપીપી, ઇપી અને પર્સના' નામના સોફ્ટવેરથી
રમવા માટે મજબૂર કરવામાં આવતા હતાં. વિન્ઝોએ વિન્ઝો પ્રાઇવેટ લિમિટેડના વોલેટમાં
ગ્રાહકો પડેલા નાણાને ઉપાડવા ઉપર પણ નિયંત્રણો મૂક્યા હતાં.


