Get The App

ચૂંટણીના એંધાણ વચ્ચે ઝારખંડમાં દિગ્ગજ મંત્રી પર EDના દરોડા, 20 ઠેકાણે ત્રાટકી તપાસ ટીમ

Updated: Oct 14th, 2024

GS TEAM


Google News
Google News
ચૂંટણીના એંધાણ વચ્ચે ઝારખંડમાં દિગ્ગજ મંત્રી પર EDના દરોડા, 20 ઠેકાણે ત્રાટકી તપાસ ટીમ 1 - image


ED Raid in Jharkhand | ઝારખંડમાં ગમે ત્યારે ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની તૈયારીમાં છે ત્યાં ઈડીએ પણ ઠેક ઠેકાણે દરોડાઓની શરૂઆત કરી દીધી છે. તાજેતરનો મામલો ઝારખંડના કદાવર મંત્રી સાથે જ સંકળાયેલો છે જેમના 20 જેટલાં ઠેકાણે તપાસ ટીમ ત્રાટકી હતી. 

કોના પર ત્રાટકી ઇડીની ટીમ? 

માહિતી અનુસાર જળ જીવન મિશન સંબંધિત યોજનાઓમાં ગેરરીતિઓના આરોપો હેઠળ ઇડી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઈડીએ મંત્રી મિથિલેશ ઠાકુરના ભાઈ વિનય કુમાર, ખાનગી સચિવ હરેન્દ્ર સિંહ સહિત અનેક વિભાગીય એન્જિનિયર્સના ઠેકાણે દરોડા પાડ્યા હતા. બીજી બાજુ એક સિનિયર આઈએએસની બહેનના ઘરે પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. 

પીએમ મોદીએ મુદ્દો ઊઠાવ્યો હતો 

ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં હઝારીબાગ ખાતે એક સભામાં પીએમ મોદીએ આ મુદ્દાને ઊઠાવ્યો હતો. તેમણે રાજ્ય સરકાર પર આરોપ મૂક્યો હતો કે કેન્દ્ર સરકારની યોજનાઓમાં પણ કૌભાંડ આચરવામાં આવી રહ્યા છે. 

ચૂંટણીના એંધાણ વચ્ચે ઝારખંડમાં દિગ્ગજ મંત્રી પર EDના દરોડા, 20 ઠેકાણે ત્રાટકી તપાસ ટીમ 2 - image

Tags :