Get The App

યુવરાજ સિંહ, સોનુ સુદની સંપત્તિ જપ્ત: સટ્ટાબાજી કેસમાં 7 હસ્તીઓ વિરુદ્ધ કાર્યવાહી, જુઓ લિસ્ટ

Updated: Dec 19th, 2025

GS TEAM

Google News
Google News
યુવરાજ સિંહ, સોનુ સુદની સંપત્તિ જપ્ત: સટ્ટાબાજી કેસમાં 7 હસ્તીઓ વિરુદ્ધ કાર્યવાહી, જુઓ લિસ્ટ 1 - image


ED Action in Betting Case : ઓનલાઇન બેટિંગ એપ કેસમાં EDએ ભારતના મોટા સ્ટાર્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા, અભિનેતા સોનુ સુદ, અભિનેત્રી નેહા શર્મા, ઉર્વશી રૌતેલા, TMCના પૂર્વ સાંસદ મિમી ચક્રવર્તી, અને બંગાળી અભિનેતા અંકુશ હાઝરાની સંપત્તિ જપ્ત કરી છે. 

યુવરાજ સિંહ, સોનુ સુદની સંપત્તિ જપ્ત: સટ્ટાબાજી કેસમાં 7 હસ્તીઓ વિરુદ્ધ કાર્યવાહી, જુઓ લિસ્ટ 2 - image

યુવરાજ સિંહ, સોનુ સુદની સંપત્તિ જપ્ત: સટ્ટાબાજી કેસમાં 7 હસ્તીઓ વિરુદ્ધ કાર્યવાહી, જુઓ લિસ્ટ 3 - image



1xBet કેસમાં કાર્યવાહી 

ઓનલાઇન સટ્ટાબાજી કરાવતી એપ 1xBet કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી ED સતત આ મામલે તપાસ કરી રહી છે. અગાઉ યુવરાજ સિંહ, સુરેશ રૈના, શિખર ધવન સહિત અનેક સ્ટાર્સની આ મામલે પૂછપરછ પણ કરવામાં આવી હતી. જે બાદ આજે અનેકની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે. આ ક્રિકેટર્સ અને ઍક્ટર્સ પર 1xBet સાથે સંબંધ તથા પ્રચારનો આરોપ છે. 

આજે કોની કેટલી સંપત્તિ જપ્ત કરાઈ?

યુવરાજ સિંહ : 2.5 કરોડ રૂપિયા 

રોબિન ઉથપ્પા : 8.26 લાખો રૂપિયા

ઉર્વશી રૌતેલા : 2.02 કરોડ રૂપિયા (આ સંપત્તિ તેમના માતાના નામે નોંધાયેલી હતી) 

સોનુ સુદ : 1 કરોડ રૂપિયા

મિમી ચક્રવર્તી: 59 લાખ રૂપિયા 

અંકુશ હાઝરા : 47.20 લાખ રૂપિયા 

નેહા શર્મા : 1.26 કરોડ રૂપિયા

અગાઉ સુરેશ રૈના અને શિખર ધવન વિરુદ્ધ કરાઈ હતી કાર્યવાહી

નોંધનીય છે કે આ જ કેસમાં EDએ અગાઉ પણ સંપત્તિઓ જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી. જેમાં પૂર્વ ક્રિકેટર શિખર ધવનની 4.55 કરોડ રૂપિયાની સંપત્તિ તથા પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાની 6.64 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. 1xBet એપ કેસમાં EDએ અત્યાર સુધી 19.07 કરોડ રૂપિયાની કુલ સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે.