Get The App

વિદેશ ગયેલા ભારતીયોએ ગુજરાતના બજેટથી 4 ગણા રૂપિયા મોકલાવ્યા! વિદેશી મુદ્રા ભંડારમાં પણ રેકોર્ડ

Updated: Jan 29th, 2026

GS TEAM

Google News
Google News
વિદેશ ગયેલા ભારતીયોએ ગુજરાતના બજેટથી 4 ગણા રૂપિયા મોકલાવ્યા! વિદેશી મુદ્રા ભંડારમાં પણ રેકોર્ડ 1 - image


Economic Survey 2026: ભારતીય અર્થવ્યવસ્થા પોતાની મજબુતીનું ઉદાહરણ ફરી એકવાર આપ્યું છે. ગુરૂવારે સંસદમાં રજુ કરવામાં આવેલા ઇકોનૉમિક સર્વેના અનુસાર ભારત ન માત્ર વિશ્વનું સૌથી મોટું રેમિટેંસ પ્રાપ્ત કરનારો દેશ બનવામાં સફળ રહ્યો છે પરંતુ વિદેશી મુદ્રા ભંડાર પણ ઓલટાઇમ હાઇ પર પહોંચી ચુક્યું છે. 

નાણાકીય વર્ષ 2025માં ભારતને ટોટલ 135.4 અબજ ડોલરનું રેમિટેંસ મળ્યું. સર્વેની સૌથી મોટી વાત તે રહી કે હવે ભારત આવનારા પૈસામાં વિકસિત દેશોની હિસ્સેદારી વધી રહી છે. આ વાત પરથી જ ખ્યાલ આવે છે કે, વિદેશમાં ભારતીય સ્કિલ અને પ્રોફેશનલ વર્કર્સની માંગ અને કમાણી બંન્નેમાં જોરદાર ઉછાળો આવ્યો છે. 

વિદેશી મુદ્રા ભંડારે તોડ્યો રેકોર્ડ

ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 16 જાન્યુઆરી સુધી 701.4 અબજ ડોલરના લેવલને ટચ કરી ગયું. આ ભંડાર દ્વારા સમગ્ર દેશ લગભગ 11 મહિનાના આયાતને કવર કરી શકે છે. સાથે જ આ દેશના કુલ બાકી વિદેશી દેવાના 94 ટકા હિસ્સા બરાબર છે. જેવુ તમે જાણો છો કે, વિદેશી મુદ્રા ભંડાક કોઇ પણ વૈશ્વિક આર્થિક સમસ્યા સામે પહોંચી વળવા માટે એક લિક્વિડિટી બફર પુરૂ પાડે છે. 

વિયતનામ અને ઇન્ડોનેશિયા પાછળ

ઇકોોમિક સર્વે અનુસાર દક્ષિણ એશિયામાં ભારતની અંદર FDI માં જબરજસ્ત રીતે ઉછાળો આવ્યો છે. દેશમાં રોકાણ મામલે ઇન્ડોનેશિયા અને વિયેતનામને પણ પાછળ છોડી દીધા છે. ગ્રીનફિલ્ડ રોકાણની વાત કરીએ તો વર્ષ 2024 માં 1 હજાર કરતા નવી યોજનાઓ સાથે ભારત વિશ્વમાં ચોથા સ્થાન પર રહ્યું. બીજી તરફ ડિજિટલ રોકાણ માટે વર્ષ 2020-24 વચ્ચે ભારતમાં 114 અબજ ડોલરનું સૌથી વધારે ડિજિટલ રોકાણ આવ્યું. 

ભવિષ્યણની બ્લુપ્રિંટ

નાણામંત્રી નિર્મલા સીતારમણે રજુ કરેલા રિપોર્ટમાં જણાવાયું કે, એક્સપોર્ટ વધારવા માટે મેન્યુફેક્ચરિંગ કોસ્ટને ઘટાડવી પડશે. ઇનોવેશન, પ્રોડક્ટિવિટીની સાથે દેશની કરન્સી અને અર્થવ્યવસ્થાને મજબુત બનાવી શકાય છે. 

એક તરફ વિશ્વના અનેક દેશો હાલ દેવાના બોજ તળે દટાયેલા છે ત્યારે ભારતની સ્થિતિ ખુબ જ સારી છે. દેશ પર બહારની લોન અને જીડીપીનો રેશિયો માત્ર 19.2 ટકા છે, જે કુલ દેવાનાં માત્ર 5 ટકા કરતા પણ ઓછું છે. 

રેમિટન્સ એટલે શું?

વિદેશમાં વસતા ભારતીયો (NRIs) દ્વારા મોકલવામાં આવતા નાણાં, જેને ટેકનિકલ ભાષામાં 'Remittances' કહેવામાં આવે છે, તે ભારતીય અર્થતંત્ર માટે કરોડરજ્જુ સમાન છે. વર્ષ 2025-26ના ડેટા મુજબ, ભારતે રેમિટન્સના મામલે નવો ઈતિહાસ રચ્યો છે.

ગુજરાતના બજેટ કરતા 4 ગણી વિદેશી હુંડિયામણ આવી

ગુજરાતનું બજેટ (2024-25): ગુજરાત સરકારનું વર્ષ 2024-25નું કુલ બજેટ અંદાજે ₹3.32 લાખ કરોડ હતું. ભારતનું કુલ રેમિટન્સ (2025) વર્લ્ડ બેંકના રિપોર્ટ અનુસાર, વર્ષ 2025માં વિદેશમાં રહેતા ભારતીયોએ ભારત મોકલેલી રકમ 135.4 અબજ ડોલર (અંદાજે 12.44 લાખ કરોડથી વધુ) ને પાર કરી ગઈ છે. તેથી જો એકપ્રકારે ગણતરી કરીએ તો કહી શકાય કે, વિદેશથી આવતા નાણાં ગુજરાતના વાર્ષિક બજેટ કરતા લગભગ 4 ગણાથી વધારે છે.

આટલા મોટા પ્રમાણમાં નાણાં આવવાના મુખ્ય કારણો

ઉચ્ચ કૌશલ્ય ધરાવતા કામદારો: અમેરિકા, બ્રિટન અને સિંગાપોર જેવા દેશોમાં સ્થાયી થયેલા ભારતીય એન્જિનિયરો અને પ્રોફેશનલ્સ મોટા પાયે નાણાં મોકલે છે.

ગલ્ફ દેશોનું યોગદાન: દુબઈ, સાઉદી અરેબિયા અને કતારમાં કામ કરતા લાખો ભારતીય શ્રમિકો તેમની કમાણીનો મોટો હિસ્સો વતન મોકલે છે.

રૂપિયાનું મૂલ્ય: ડોલરની સામે રૂપિયો નબળો પડતા, વિદેશમાં કમાતા ભારતીયોને વતનમાં નાણાં મોકલવા વધુ ફાયદાકારક લાગે છે.

અર્થતંત્ર પર રેમિટન્સની અસરો

વિદેશી મુદ્રા ભંડાર : આ નાણાં આવવાથી ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર મજબૂત બને છે.

સ્થાનિક અર્થતંત્ર: ખાસ કરીને ગુજરાત, કેરળ અને પંજાબ જેવા રાજ્યોમાં આ નાણાંનો ઉપયોગ રિયલ એસ્ટેટ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે થાય છે, જે સ્થાનિક બજારને વેગ આપે છે.

પરિવારનું જીવનધોરણ: લાખો ભારતીય પરિવારોના શિક્ષણ અને ગુજરાનનો આધાર વિદેશથી આવતા આ નાણાં પર છે.

અન્ય દેશોની સરખામણીમાં ભારત

વિશ્વભરમાં રેમિટન્સ મેળવવામાં ભારત પ્રથમ ક્રમે છે. ચીન, મેક્સિકો અને ફિલિપાઈન્સ જેવા દેશો ભારત કરતા ઘણા પાછળ છે. વિશ્વના કુલ રેમિટન્સમાં ભારતનો હિસ્સો સતત વધી રહ્યો છે.