આર્થિક ગુનામાં સજાની જોગવાઈ રદ, હવે દંડ થશે, જાણો કયા કયા ગુનાઓને આવરી લેવાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Budget 2026: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે રવિવારે (પહેલી ફેબ્રુઆરી) રજૂ કરેલા બજેટમાં આર્થિક ગુનાઓ અને આવકવેરા કાયદામાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. હવે કરદાતાઓએ નાની-મોટી ભૂલો કે આવકવેરાના નિયમોના ભંગ બદલ જેલના સળિયા ગણવા નહીં પડે. સરકારે અનેક આર્થિક ગુનાઓ માટેની જેલની સજાની જોગવાઈ રદ કરી તેની જગ્યાએ માત્ર નાણાકીય દંડ વસૂલવાનો નિર્ણય લીધો છે.
જેલના બદલે હવે માત્ર પેનલ્ટી
આવકવેરા કાયદામાં ખોટા ચોપડાં તૈયાર કરવા, ટીડીએસ અને ટીસીએસ કાપ્યા પછી સરકારમાં જમા ન કરાવવા, ખોટા સ્ટેટમેન્ટ આપવા, જાણીબૂઝીને ટેક્સની ચોરી કરવી, આવકવેરાનું રિટર્ન સમયસર ન ભરવું, ખોટું રિટર્ન બનાવવામાં મદદગારી કરવી તથા વેરાની રિકવરીથી બચવા માટે મિલકતને ટ્રાન્સફર કરવી, છુપાવવી કે પછી બીજે લઈ જવા જેવા ગુનાઓ કરવા માટે સજા કરવાની જોગવાઈ કાયદામાં કરવામાં આવેલી છે.

આ સજાની જોગવાઈને બદલે હવે કરદાતાને માત્ર રૂપિયામાં પેનલ્ટી ભરીને છૂટ જવાની રાહત નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કરેલા બજેટના માઘ્યમથી કરી આપી હોવાનું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેમ છાજેડ જણાવે છે. બજેટમાં સજાને બદલે દંડની કરવામાં આવેલી જોગવાઈ નીચે મુજબ છે. દરેક પ્રોવિઝનના અમલીકરણી તારીખ પહેલી માર્ચ અને પહેલી એપ્રિલ નક્કી કરવામાં આવી છે. કરની રકમ આધારે તબક્કાવાર સજા કરવાની જોગવી કરવાં આવી છે.









