India

12 કલાકમાં બીજી વખત હરિયાણામાં ભૂકંપ, લોકોમાં ડરનો માહોલ, જાણો કેટલી રહી તીવ્રતા

By GS TEAM
17 Jul 20251 min read
TukuTouch Logo
ભારત સહિત સમગ્ર વિશ્વમાં ભૂકંપના આંચકાઓએ લોકોને ડરાવી દીધા છે. છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપની ઘટનાઓ ઝડપથી વધી રહી છે જેના કારણે લોકો ભય અનુભવી રહ્યા છે. આ દરમિયાન હરિયાણામાં 12 કલાકમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં બુધવાર-ગુરુવારની રાત્રે હરિયાણાના રોહતકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સાથે, ગુરુવારે બપોરે ઝજ્જરમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

12 કલાકમાં બીજી વખત હરિયાણામાં ભૂકંપ, લોકોમાં ડરનો માહોલ, જાણો કેટલી રહી તીવ્રતા

Earthquake in Haryana: ભારત સહિત સમગ્ર વિશ્વમાં ભૂકંપના આંચકાઓએ લોકોને ડરાવી દીધા છે. છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપની ઘટનાઓ ઝડપથી વધી રહી છે જેના કારણે લોકો ભય અનુભવી રહ્યા છે. આ દરમિયાન હરિયાણામાં 12 કલાકમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં બુધવાર-ગુરુવારની રાત્રે હરિયાણાના રોહતકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સાથે, ગુરુવારે બપોરે ઝજ્જરમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. 

કેટલી રહી ભૂકંપની તીવ્રતા?

રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બુધવાર અને ગુરુવારની રાત્રે 12:46 વાગ્યે હરિયાણાના રોહતકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 3.3 નોંધાઈ છે. તેમજ ભૂકંપનું કેન્દ્ર રોહતક જિલ્લામાં 10 કિલોમીટર સુધીમાં હતું. અધિકારીઓએ જણાવ્યું છે કે આ ભૂકંપને કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

બીજી વાર ભૂકંપ આવ્યો

આ ઉપરાંત ગુરુવારે બપોરે 12:34 વાગ્યે રાજ્યના ઝજ્જરમાં પણ ભૂકંપ આવ્યો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.5 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર ઝજ્જરમાં 5 કિલોમીટર હતું.

આ પણ વાંચો: 'ચૂંટણી પંચ હવે ભાજપનું 'ઈલેક્શન ચોરી શાખા' બન્યુ': બિહાર વોટર લિસ્ટ મુદ્દે રાહુલ ગાંધીનો પ્રહાર

થોડા દિવસોમાં ત્રીજો ભૂકંપ

હરિયાણામાં 10 દિવસથી ઓછા સમયમાં આ ચોથો ભૂકંપ છે. ગયા શુક્રવારે રાજ્યના ઝજ્જર જિલ્લા નજીક 3.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આના એક દિવસ પહેલા જ ઝજ્જર જિલ્લામાં 4.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના આંચકા દિલ્હી અને નજીકના વિસ્તારોમાં અનુભવાયા હતા.