Get The App

Earth Hour 2022 : આજે રાત્રે મનાવવામાં આવશે અર્થ અવર, જાણો... તેનો ઈતિહાસ

Updated: Mar 26th, 2022

GS TEAM

Google News
Google News
Earth Hour 2022 : આજે રાત્રે મનાવવામાં આવશે અર્થ અવર, જાણો... તેનો ઈતિહાસ 1 - image


નવી દિલ્હી, તા. 26 માર્ચ 2022 શનિવાર

આજનો દિવસ ખાસ છે. આજે સમગ્ર દુનિયામાં અર્થ અવર ડેનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ કાર્યક્રમનુ આયોજન વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર તરફથી દર વર્ષે માર્ચ મહિનાના છેલ્લા શનિવારે કરાય છે. આનો હેતુ દુનિયામાં લોકોને પ્રકૃતિ અને જળવાયુ પરિવર્તન પ્રત્યે જાગૃત કરવાનો છે. તેથી કાર્યક્રમ માટે આજે 26 માર્ચ 2022 ના દિવસને પસંદ કરાયો છે.

શુ છે અર્થ અવર ડે?

આમ તો અર્થ અવર દુનિયામાં એક વાર્ષિક રૂપે મનાવવાનો કાર્યક્રમ છે પરંતુ આની અસર લોકો પર લાંબા સમય સુધી થાય છે. આ દિવસે દુનિયામાં લોકો એક કલાક માટે વિજળીના ઉપયોગને બંધ કરી દે છે. આ કારણે આને અર્થ અવર કહેવામાં આવે છે. આ કાર્યક્રમ દુનિયાના કેટલાક પસંદીદા જમીની કાર્યક્રમોમાંનો એક છે જેમાં કરોડોની સંખ્યામાં લોકો ભાગ લે છે. આ વર્ષે અર્થ અવર આજે 26 માર્ચ 2022એ રાતે 8:30 વાગ્યાથી શરૂ થશે.

શુ છે કારણ?

અર્થ અવર ડે ને મનાવવાનો મુખ્ય હેતુ દુનિયામાં ઉર્જાના મોટા સ્તર પર વપરાશને બચાવવા અને પ્રકૃતિની સુરક્ષા માટે જળવાયુ પરિવર્તન અને સતત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. અર્થ અવર ડે ની સત્તાકીય વેબસાઈટ પર લખેલુ છે કે પ્રકૃતિના નુકસાન અને જળવાયુ પરિવર્તન પર ચર્ચા પર જલ્દીથી જલ્દી પ્રકાશ નાખવાને લઈને સમગ્ર દુનિયાના લાખો લોકો, વ્યવસાયો અને નેતાઓને એક સાથે લાવો. પ્રકૃતિના નુકસાન અને કોરોના મહામારીની વધતી અસરને જોતા અર્થ અવર દુનિયાના લોકોને આ મુદ્દે પર બોલવા માટે ઓનલાઈન એકત્ર કરશે.

કેવી રીતે મનાવવામાં આવે છે કાર્યક્રમ?

અર્થ અવરનુ આયોજન વર્ષ 2007થી દર વર્ષે કરવામાં આવી રહ્યુ છે. દુનિયાભરના સેંકડો દેશોના કરોડો લોકો દર વર્ષે આ વૈશ્વિક કાર્યક્રમમાં ભાગ લે છે. આ દિવસે દુનિયાના કેટલાક ઐતિહાસિક ઈમારતોની રોશનીને પણ બંધ કરી દેવાઈ છે. વીજળી બંધ કરીને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા તે મદદ કરે છે અને ઊર્જા બચાવે છે.

શું છે અર્થ અવર ડેનો ઈતિહાસ?

અર્થ અવર ડેની શરૂઆત ઑસ્ટ્રેલિયાથી થઈ છે. વર્ષ 2007માં વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડની ઑસ્ટ્રેલિયાની શાખા અને વિજ્ઞાપન એજન્સીએ સિડનીમાં એક સેમિનાર દરમિયાન આયોજિત કર્યો હતો. આ સેમિનાર દરમિયાન ચર્ચા-વિચારણાથી જે વાતો સામે આવી તેના આધારે વર્ષ 2006માં 'ધ બિગ ફ્લિક' નામથી એક કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યુ. આ અભિયાનનો હેતુ હતો દેશમાં મોટાપાયે ઉપયોગમાં લેવાઈ રહેલ વિજળીના ઉપકરણોમાં ઘટાડો કરવાનો. આ કૉન્સેપ્ટને બાદમાં ડબ્લ્યુડબ્લ્યુએફની ઑસ્ટ્રેલિયાઈ શાખાએ ફેરફેક્સ મીડિયા અને સિડનીના મેયર સામે પ્રેઝન્ટ કર્યો. જે આ અભિયાન માટે સંમત થઈ ગયા. ત્યારબાદ 31 માર્ચ, 2007ના રોજ પહેલી વાર સિડનીમાં સાંજે 7.30 વાગે પહેલી વાર અર્થ અવરનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. હવે ધીમે ધીમે વિશ્વભરના 180 દેશોમાં મનાવવામાં આવે છે.

Tags :