For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

5-જી સ્પેક્ટ્રમમાં કેન્દ્ર સરકારને રૂ.1.50 લાખ કરોડની કમાણી

Updated: Aug 2nd, 2022

Article Content Image

- 4-જીથી રૂ.77815 કરોડ, 3જી 50,968 કરોડની આવક થઈ હતી

- રિલાયન્સ જિયોએ રૂ. 88,078 કરોડમાં 50 ટકા સ્પેક્ટ્રમ ખરીદ્યા, 5-જી સ્પેક્ટ્રમની હરાજી સાત દિવસ ચાલી : ઓક્ટો.થી 5-જી શરૂ 

નવી દિલ્હી :  ફાઇવ-જી સ્પેક્ટ્રમની હરાજી સાત દિવસના અંતે સમાપ્ત થઇ છે. સાત દિવસ અને ૪૦ રાઉન્ડના અંતે ફાઇવ-જી સ્પેકટ્રમની હરાજીમાં કેન્દ્ર સરકારને રૂ. ૧,૫૦,૧૭૩ કરોડ રૂપિયાની કમાણી થઇ છે. છેલ્લા દિવસે વધુ ૪૩ કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી.સરકારના અંદાજ કરતા હરાજી દ્વારા વધુ રકમ પ્રાપ્ત થઇ છે. ફાઇવ-જી સ્પેક્ટ્રમની હરાજીમાં ચાર ટેલિકોમ કંપનીઓ રિલાયન્સ જીયો, ભારતી એરટેલ, વોડાફોન આઇડિયા અને પ્રથમ વાર ટેલિકોમ સેક્ટરમાં પ્રવેશ અદાણી ડેટા નેટવર્ક્સને ભાગ લીધો હતો.

૨૦૧૦અત્યાર સુધીમાં સાત વખત સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવી છે. ૨૦૧૫માં કરાયેલી સ્પેક્ટ્રમની હરાજીથી કેન્દ્ર સરકારને ૧,૧૩,૯૩૨ કરોડ રૂપિયાની આવક થઇ છે. ફાઇવ-જી સ્પેક્ટ્રમની હરાજીમાં મુકેશ અંબાણીએ સૌથી વધુ રકમની બોલી લગાવી છે. ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર રિલાયન્સ જીયોએ ૮૮૦૭૮ કરોડ રૂપિયાની બોલીની સાથે હરાજીમાં વેચાયેલા કુલ સ્પેક્ટ્રમ પૈકી ૫૦ ટકા હિસ્સો ખરીદી લીધો છે. અદાણી જૂથે ૨૧૨ કરોડ રૂપિયામાં ૪૦૦ મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમની ખરીદી કરી છે.

અદાણી જૂથે ૨૬ મેગાહર્ટ્ઝ બેન્ડમાં સ્પેક્ટ્રમની ખરીદી કરી છે. આ પબ્લિક નેટવર્ક નથી.  જિયોએ ૭૦૦ મેગાહર્ટ્ઝ સહિતના વિવિધ બેન્ડમાં સ્પેક્ટ્રમની ખરીદી કરી છે. ૭૦૦ મેગાહર્ટ્ઝ  ૬ થી ૧૦ કિલોમીટરની સિગ્નલ રેન્જ ધરાવે છે અને દેશમાં તમામ ૨૨ સર્કલમૈાં ફાઇવ-જી સારો બેઝ બનાવે છે. જો ૭૦૦ મેગાહર્ટ્ઝનો ઉપયોગ કરવામાં આવે તો એક જ ટાવર અનેક વિસ્તારોને કવર કરી શકે છે. 

ટેલિકોેમ ટાયકૂન સુનિલ ભારતી મિત્તલની ભારતી એરટેલે ૪૩,૦૮૪ કરોડ રૂપિયામાં વિવિધ બેન્ડમાં ૧૯,૮૬૭ મેગાહર્ટ્ઝની ખરીદી કરી છે. વોડાફોન આઇડિયાએ ૧૮,૭૮૪ કરોડ રૂપિયાના સ્પેક્ટ્રમની ખરીદી કરી છે. 

વૈષ્ણવે જણાવ્યું હતું કે કુલ ૧,૫૦,૧૭૩ કરોડ રૂપિયાની બોલીઓ પ્રાપ્ત થઇ છે. સરકાર ૧૦ બેન્ડમાં કુલ ૭૨,૦૯૮ મેગાહર્ટ્ઝના વેચાણની ઓફર કરી હતી. જેમાંથી ૫૧,૨૩૬ મેગાહર્ટ્ઝનું વેચાણ થયું છે. એટલે કે ૭૧ ટકા મેગાહર્ટ્ઝનું વેચાણ થયું છે. તેમણે જણાવ્યું હતું કે ફાઇવ-જી સેવા ઓક્ટોબર સુધી શરૂ થાય તેવી શક્યતા છે. 

ચાલુ વર્ષે ફાઇવ-જીની હરાજીથી થયેલ આવક ગયા વર્ષે ફોર-જીની હરાજીથી થયેલ આવક રૂ. ૭૭,૮૧૫ કરોડ રૂપિયાથી ડબલ અને ૨૦૧૦માં થયેલ થ્રી-જીની હરાજીથી થયેલ આવક ૫૦,૯૬૮.૩૭ કરોડ રૂપિયાથી ત્રણ ગણી છે. 

5જીના એક મહિનાનો પ્લાન 1000 રૂપિયા આસપાસ હશે

5જીના મન્થલી પ્લાન અંગે અત્યારે સરકારે સ્પષ્ટતા કરી નથી. પરંતુ અત્યારના ૪જીના પ્લાનના આધારે નિષ્ણાતોએ ધારણાં બાંધી હતી કે સરેરાશ ૫જી યુઝર્સે મહિને ૧૦૦૦ રૂપિયા આપવા પડશે. રૂરલ એરિયાના ગ્રાહકો આટલો ઊંચો ભાવ આપવા તૈયાર થશે કે નહીં એ જુદો મુદ્દો બનશે. અત્યારે મોટાભાગની કંપનીઓનો ૪જીનો ૮૪ દિવસનો પ્લાન ૫૦૦થી ૬૦૦ રૂપિયા આસપાસ છે. મહિને લગભગ ૨૦૦ રૂપિયા જેટલો ખર્ચ ૪જી સવસ પાછળ થાય છે. ૫જીની સ્પીડ માટે તેનાથી ચાર કે પાંચ ગણો ખર્ચ કરવો પડશે. શરૂઆતના એકાદ-દોઢ વર્ષ પછી ૫જીના ભાવમાં ઘટાડો થશે એવી પણ એક થિયરી છે.

 ઓપરેટર્સ વચ્ચે સ્પર્ધા થશે પછી ભાવ ગગડશે, છતાં ૪જી ડબલ ભાવ આપવા પડે એવી શક્યતા તો છે જ. ટ્રાયલ માટે કદાચ કંપનીઓ ભાવ ઓછો રાખે એવી પણ એક શક્યતા છે. 

ફાઇવ-જી સ્પેક્ટ્રમની હરાજીનાં આંકડા

Gujarat