Get The App

બાંગ્લાદેશી અભિનેત્રીએ બે-બે આધારકાર્ડ બનાવી લીધા, પોલીસે કોલકાતામાં કરી ધરપકડ

Updated: Aug 1st, 2025

GS TEAM

Google News
Google News
બાંગ્લાદેશી અભિનેત્રીએ બે-બે આધારકાર્ડ બનાવી લીધા, પોલીસે કોલકાતામાં કરી ધરપકડ 1 - image

Image: Instagram @shantapaul_official



Bangladeshi Actress Arrested: કોલકાતાના જાદવપુરથી એક 28 વર્ષની બાંગ્લાદેશી એક્ટ્રેસની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક્ટ્રેસનું નામ શાંતા પૉલ છે અને તે અનેક વર્ષોથી પોતાની ઓળખ સંતાડીને ભારતમાં રહેતી હતી. તેની પાસે નકલી આધાર કાર્ડ અને મતદાર કાર્ડ પણ હતું. આ એક્ટ્રેસ બાંગ્લાદેશની અનેક મૉડલિંગ સ્પર્ધા જીતી ચુકી છે. 2023થી તે જાધવપુરના વિજયગઢમાં એક ભાડાના મકાનમાં રહેતી હતી. 

પોલીસને મળ્યા નકલી દસ્તાવેજ

શાંતા પૉલના મકાનમાં તપાસ દરમિયાન અનેક બાંગ્લાદેશી દસ્તાવેજો મળી આવ્યા છે. જેમાં બાંગ્લાદેશી સેકન્ડરી એગ્ઝામિનેશનનું એડમિટ કાર્ડ, બાંગ્લાદેશ એરલાઇનની આઈડીનો સમાવેશ થાય છે. આ સિવાય એક્ટ્રેસ પાસેથી બે આધાર કાર્ડ મળી આવ્યા છે. જેમાંથી એકમાં કોલકાતા તો બીજામાં બર્ધમાનનું સરનામું લખેલું છે. પોલીસનું કહેવું છે કે, બર્ધમાનવાળું આધાર કાર્ડ 2020માં બનાવવામાં આવ્યું હતું. 

આ પણ વાંચોઃ ઓગસ્ટથી 5 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સાને શું થશે અસર

પોલીસે હાથ ધરી તપાસ

હાલમાં જ પૉલે થાકુરપુકુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે અલગ સરનામું નોંધાવ્યું હતું. શાંતા પૉલ અવારનવાર પોતાનું સરનામું બદલતી રહેતી હતી. વળી, શાંતાનો એપ બેઝ્ડ કેપ બિઝનેસ પણ હતો. જેના કારણે તેની શંકાસ્પદ ગતિવિધિઓ ધ્યાને આવી. પોલીસે જણાવ્યું કે, શાંતા પૉલે ભારતીય આઇડી કાર્ડને લઈને કોઈ સંતોષકારક જવાબ નથી આવ્યો. એવી આશંકા છે કે, તેની પાછળ એક મોટું રેકેટ હોય શકે છે. પોલીસ તપાસ કરી રહી છે કે, આખરે દસ્તાવેજ કેવી રીતે બનાવવામાં આવ્યા અને તેને બનાવવા માટે કયા કાગળની જરૂર પડી હતી. 

આ પણ વાંચોઃ ટ્રમ્પના ટેરિફ સામે ભારતનો જવાબ! અમેરિકન F-35 વિમાન ખરીદવાનો પ્લાન 'કેન્સલ' : રિપોર્ટ

એક્ટ્રેસના પતિની પૂછપરછ

લાલબજાર પોલીસના આધારે, વોટર આઇડી અને રાશન કાર્ડની તપાસ કરવા માટે UIDAI, ચૂંટણી પંચ અને રાજ્યના ખાદ્ય વિભાગનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, શાંતા પૉલ બાંગ્લાદેશના બારીસાલની રહેવાસી છે. વળી, પૉલનો પતિ આંધ્ર પ્રદેશનો રહેવાસી છે. તે પણ પૉલની સાથે સાઉથ કોલકાતાના ફ્લેટમાં રહેતો હતો. પોલીસ હાલ તેની પૂછપરછ કરી રહી છે. વર્ષ 2019માં પૉલે કેરલમાં યોજાતા મિસ એશિયા ગ્લોબલ કોમ્પિટિશનમાં પણ ભાગ લીધો હતો. તેણે બંગાળી અને તેલુગુ ફિલ્મમાં પણ કર્યું છે. 

Tags :