Get The App

બીડી પીવાના કારણે ભારતને ગયા વર્ષે રૂપિયા 805 અબજનું નુકસાનઃ અહેવાલ

- પંદર વર્ષથી નીચેની વયના 7.2 કરોડ લોકો બીડી પીવે છે

- તમાકુના વપરાશ કરનારાઓ પૈકી 81 ટકા બીડી પીતા હોવાનું તારણ

Updated: Dec 30th, 2018

GS TEAM


Google News
Google News

- બીડી પીવાના કારણે કેન્સર, ટીબી અને  ફેફસાના વિવિધ પ્રકારના રોગ થાય છે

બીડી પીવાના કારણે ભારતને ગયા વર્ષે રૂપિયા 805 અબજનું નુકસાનઃ અહેવાલ 1 - image(પીટીઆઇ)  કોચી,તા. 30 ડિસેમ્બર 2018, રવિવાર

બીડી પીવાના કારણે નબળા આરોગ્ય અને વહેલી મોતના કારણે દેશને ગયા વર્ષે ૮૦૫.૫ બિલિયન રૂપિયાનું નુકસાન થયું હતું,એમ એક અભ્યાસ દ્વારા જાણવાવ મળ્યું હતું.પાંદડાઓમાં લપેટેલી પ્રોસેસ કર્યા વગરના તમાકુથી બનેલી બીડી  ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે અને તેને સસ્તી સિગારેટ મનાય છે.બીડી પીવાના કારણે લાખો લોકો ગરીબીમાં ધકેલાય છે.ધુમ્રપાન કરનારાઓમાં બીડી પીનારાઓની સંખ્યા ૮૧ ટકા અને નિયમીત રીતે બીડી પીવાની ટેવ ધરાવતા પંદર વર્ષ કરતાં ઓછી વયના બાળકોની સંખ્યા ૭.૨ કરોડ છે.

ગરીબો જ આની સૌથી વધુ કિમંત ચૂકવે છે અને બીડીના સતત ઉપયોગના કારણે વધુને વધુ લોકો ગરીબીના ખપ્પરમાં હોમાઇ જાય છે, એમ ટોબાકો કન્ટ્રોલ નામના એક સામયીકમાં  પ્રસિધ્ધ કરેલા સંશોધનમાં કહેવામાં આવ્યું હતું.બીડી પીવાના કારણે કેન્સર, ટીબી અને વિવિધ પ્રકારના ફેફસાના રોગ થાય છે. દેશના આરોગ્ય પર આટલી જબરજસ્ત નકારાત્મક અસર હોવા છતાં સિગારેટ માટે લાગુ કરાતા હિસ્સા કરતાં વધુ હોય છે.

 ભારતમાં બીડી પીવાના કારણે કેટલું નાણાકીય નુકસાન થયું તેની ક્યારે પણ ગણતરી કરાઇ નહતી. તેમ છતાં એક પ્રયાસ કરતાં સંશોધનકર્તાઓ અનેક સ્ત્રોતોમાંથી આંકડા મેળવી એ નિષ્કર્શ પર પહોંચ્યા હતા કે  બીડી પીવાના કારણે દેશને નબળા આરોગ્ય અને વહેલી મોતના કારણે સીધી કે આડ કતરી રીતે રૂપિયા ૮૦૫.૫ બિલીયનનું નુકસાન થયું હતું.દવાઓ, ટેસ્ટ, ડોકટરની ફી, હોસ્પિટલમાં રોકાણ અને વાહન વ્યવહારનો સીધો ખર્ચ મળીને કુલ રકમના રૂપિયા ૧૬૮.૭ બિલીયન થાય છે.

આડકતરાં ખર્ચની વાત કરીએ તો સબંધીઓને રાખવા- નર્સ રોકવા અને આવકમાં નુકસાન મળીને રૂપિયા ૮૧૧.૨ બિલીયનનું નુકસાન થયા છે. ૩૦થી ૬૯ વર્ષની વયના  ચાર પૈકી એક જણ બીડી પીવે છે તે જોતાં દેશના પુરૂષો પર આની ખૂબ જ ગંભીર અસર દેખાય છે.

Tags :