દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિનીની ચાલતી બસમાં છેડતી, લોકો તમાશો જોતા રહ્યાં
- વિદ્યાર્થિનીએ છેડતીનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો
નવી દિલ્હી, તા. 12 ફેબ્રુઆરી 2018 સોમવાર
દિલ્હી યુનિવર્સિટીની એક વિદ્યાર્થિનીની બસમાં એક શખ્સ દ્વારા છેડતી કરવામાં આવી અને લોકો આ તમાશો જોતા રહ્યાં. જોકે યુવતીએ હિમ્મત દાખવનીને સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો.
દિલ્હીમાં જાહેર જગ્યાઓ પર મહિલાઓની સુરક્ષાને લઈને પહેલેથી જ પ્રશ્નો ઉઠતા રહ્યા છે. ત્યારે આ ઘટનાથી દિલ્હીમાં મહિલાઓની સુરક્ષા પર પણ પ્રશ્નો ઉઠ્યો છે.
દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિની સાથે ચાલતી બસમાં છેડતીનો કેસ સામે આવ્યો છે. અગાઉ પણ બસમાં મહિલા મુસાફરની છેડતીના અનેક કિસ્સા સામે આવી ચુક્યાં છે પરંતુ આ કેસમાં પીડિતા બહાદુરીપૂર્વક સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે.
પીડિતાએ કહ્યું કે હું ભીડથી ભરેલી બસમાં મુસાફરી કરી રહી હતી, ત્યારે જ એક શખ્સ જે મારી બાજુમાં બેઠો હતો તે અશ્લીલ હરકત કરવા લાગ્યો. વિદ્યાર્થિનીએ કહ્યું હું આ પ્રકારની ઘટનાથી મુશ્કેલીમાં મુકાઈ ગઈ અને મે આ ઘટનાનો વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો.
જેથી લોકો આ ઘટના વિશે જાણે અને દરેક યુવતીઓ જાગૃત થાય. વાતચીત દરમિયાન વિદ્યાર્થિનીએ કહ્યું કે જાહેર જગ્યાઓ પર થનાર આ પ્રકારની ઘટનાઓને યૌન શોષણની ઘટનામાં સામેલ કરવામાં આવતા નથી.
બસમાં થયેલ આ પ્રકારની ઘટના બાદ વિદ્યાર્થિનીએ દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં આરોપી વિરુદ્ધ FIR નોંધી છે. દિલ્હી પોલીસે પીડિત વિદ્યાર્થિનીની ફરિયાદ પર કેસ નોંધીને આરોપી વિરુદ્ધ પૂછપરછ શરૂ કરી છે.