Get The App

મણિપુરમાંથી 55 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત : પાંચની ધરપકડ

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
મણિપુરમાંથી 55 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત : પાંચની ધરપકડ 1 - image


'ઓપરેશન વ્હાઇટ વેલ'અભિયાન ચલાવાયું

મ્યાંમાર સરહદ નજીકના ગામમાંથી હેરોઇનથી ભરેલા ૨૧૯ સાબુના ડબા, અફીણના આઠ પેકેટ જપ્ત

ઇમ્ફાલ: મણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ), કસ્ટમ્સ, આસામ રાઇફલ્સ અને મણિપુર પોલીસે સંયુક્ત રીતે ૫૫.૫૨ કરોડ રૂપિયાનું ડ્રગ્સ અને રોકડ જપ્ત કરી છે તેમ સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે.

નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ડીઆરઆઇ, કસ્ટમ્સ, આસામ રાયફલ્સ અને મણિપુર પોલીસની સંયુક્ત ટીમે મણિપુરના ચુરાચાંદપુર જિલ્લાના સરહદી વિસ્તારોમાં પાંચથી સાત જૂન દરમિયાન ઓપરેશન વ્હાઇટ વેલ નામથી એક વિશેષ અભિયાન ચલાવ્યું હતું.

૬ જૂનની સવારે મ્યાન્મારની સરહદથી જોડાયેલા બેહિયાંગ ગામમાં એક વાહનમાં સવાર બે શંકાસ્પદોનું ગુપ્ત રીતે પીછો કરવામાં આવ્યો હતો. આ શંકાસ્પદો જે ઘરમાં પ્રવેશ્યા હતાં તે ઘરની તપાસ કરવામાં આવતા હેરોઇનથી ભરેલા ૨૧૯ સાબુના ડબ્બા, અફીણથી ભરેલા આઠ પેકેટ અને ૮ નાના ટીનના ડબ્બા, બે વોકી-ટોકી અને ૭,૫૮,૦૫૦ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા હતાં. એક વ્યકિતની ઘરમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને બે લોકો ભાગી ગયા હતાં. જો કે ત્યારબાદ ભાગી ગયેલા બંને પણ પકડાઇ ગયા હતાં.

અધિકારીએ જણાવ્યું હતું કે ત્વરિત કાર્યવાહીમાં બેહિયાંગ ગામમાં સ્થિત એક આરોપીના ઘરની તપાસ કરવામાં આવતા અફીણ અને રોકડ ફરેલા બે પેકેટ મળી આવ્યા હતાં જેનું કુલ મૂલ્ય ૨૮,૦૫,૦૦૦ રૂપિયા હતું. 

સંયુક્ત ટીમે ૫૪.૨૯ કરોડ રૂપિયાનું ૭૭૫૫.૭૫ ગ્રામ હેરોઇન અને આંતરરાષ્ટ્રીય ગ્રે માર્કેટમાં ૮૭.૫૭ લાખ રૂપિયાનું ૬૭૩૬ ગ્રામ અફીણ જપ્ત કર્યુ હતું. ૩૫.૬૩ લાખ રૂપિયાની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી હતી. બે વોકી ટોકી અને એક વાહન પણ જપ્ત કરવામાં આવ્યું છે. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબટન્સ એક્ટ, ૧૯૮૫ હેઠળ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Tags :