આસામમાંથી 11.5 કરોડનું ડ્રગ જપ્ત
આસામના બે જિલ્લાઓમાંથી ૧૧.૫ કરોડ રૂપિયાના નશીલા પદાર્થો સાથે ચાર ડ્રગ પેડલરોને અટક કરાયા છે.આસામ પોલીસે શનિવારે રાત્રે કાર્બિ આન્ગલોન્ગ તથા કાચાર જિલ્લાઓમાં કરેલી કાર્યવાહીથી રાજ્યમાં ગેરકાયદે ચાલતા ડ્રગના વેપારને આકરો ફટકો પડયો છે.
પોલીસ જવાનોએ ખટખટિ ચેકપોસ્ટ ખાતે એક વાહનને રોકીને એેની જડતી લઈને પાંચ કરોડના ૪.૮૯૯ કિલોગ્રામ અફીણ સાથે એક પેડલરને પકડી લીધો છે. કાચારમાં હાથ ધરાયેલી અન્ય કાર્યવાહીમાં જિલ્લા પોલીસ અને ખાસ ટાસ્કફોર્સે ૬ કરોડ રૂપિયાનું ૧.૨ કિલોગ્રામ હેરોઈન જપ્ત કર્યું છે.
કાચાર પોલીસે સોનાબારિઘાટ ખાતે એક વાહનને રોકીને એમાંથી ૬.૫ કરોડનું ૧.૨૩૯ કિલોગ્રામ હેરોઈન જપ્ત કરીને ત્રણ જણને અટક કર્યા છે, એમ મુખ્યમંત્રી સરમાએ ઉમેર્યું.