For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

DRDO બનાવી રહ્યું છે ભવિષ્યનું હથિયાર, આર્મી-નેવી અને એરફોર્સ માટે બનશે તાકાત

Updated: Oct 15th, 2022

Article Content Image

નવી દિલ્હી,તા. 15 ઓક્ટોબર 2022, શનિવાર 

ભારતીય સેનાએ છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાનું ધ્યાન યુદ્ધ પર કેન્દ્રિત કર્યું છે. આવી સ્થિતિમાં સેના માટે યુદ્ધના સાધનો, હથિયારો પણ એ જ રીતે આપવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એ પણ ભવિષ્યના હથિયારો પર કાર્ય કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.    

મળતી માહિતી પ્રમાણે, ડીઆરડીઓ એ ઈલેક્ટ્રો મેગ્નેટિક રેલગન બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ એક એવી તોપ છે, જેને ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવી રહી છે, જે 200 કિમીના અંતર સુધી પ્રહાર કરી શકે છે. આવનારા સમયમાં જો આ તોપ ભારતીય સેનામાં સામેલ થશે તો તે, આર્મી-નેવી અને એરફોર્સ ત્રણેય સેનાઓ માટે ઘાતક હથિયાર બની રહેશે.

વિસ્ફોટક પદાર્થોનો નહિ પરંતુ ઈલેક્ટ્રો મેગ્નેટિક ફીલ્ડનો થશે ઉપયોગ 

મળતી માહિતી અનુસાર, આ તોપમાં ગોળો ચલાવવા માટે વિસ્ફોટક પદાર્થ નહિ પણ ઈલેક્ટ્રો મેગ્નેટિક ફીલ્ડનો ઉપયોગ થશે. આ અંગે ડીઆરડીઓ એ  અહેવાલ પણ પ્રકાશિત કરવામાં આવ્યો છે. પુણેમાં આવેલી લેબોરેટરીમાં એઆરડીઈ એ આના પાર કામ શરૂ કર્યું છે.

ધ્વનિ કરતા પણ વધુ ઝડપથી ફેંકશે આ ગોળો

આ તોપમાં ઇલેક્ટ્રિક કરંટથી દ્વારા ગતિ ઊર્જા ઉત્પન્ન થાય છે, જે અવાજની ઝડપ કરતાં છથી સાત ગણી ઝડપે ગોળાને ફેંકશે. ડીઆરડીઓના પૂર્વ વૈજ્ઞાનિક ડૉ.રવિ ગુપ્તા એ જણાવ્યું કે, અમેરિકા અને રશિયા સહિત ઘણા દેશમાં આ ટેક્નિકથી કામ કરવામાં આવે છે. આ દુશ્મનના જહાજ, મિસાઈલોના હુમલા, દુશ્મનોના એરક્રાફ્ટને દરિયામાં ઉતારવામાં સક્ષમ છે.

Gujarat