India

VIDEO: ભારતીય નૌસેના અને DRDOને મોટી સફળતા, નેવલ એન્ટી-શિપ મિસાઇલ (શોર્ટ રેન્જ)નું સફળ પરીક્ષણ

By GS TEAM
29 Apr 20262 mins read
TukuTouch Logo
સંરક્ષણ ક્ષેત્રે ભારતને મોટી સફળતા હાથ લાગી છે. DRDO (Defence Research and Development Organisation) અને ભારતીય નૌસેનાએ મળીને નેવલ એન્ટી-શિપ મિસાઇલ (શોર્ટ રેન્જ)નું પહેલીવાર સફળ સલ્વો લોન્ચ કર્યું છે. આ પરીક્ષણ ઓડિશાના તટ પાસે બંગાળની ખાડીમાં કરવામાં આવ્યું હતું, જેને દેશની સૈન્ય તાકાત માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: ભારતીય નૌસેના અને DRDOને મોટી સફળતા, નેવલ એન્ટી-શિપ મિસાઇલ (શોર્ટ રેન્જ)નું સફળ પરીક્ષણ

DRDO India: સંરક્ષણ ક્ષેત્રે ભારતને મોટી સફળતા હાથ લાગી છે. DRDO (Defense Research and Development Organization) અને ભારતીય નૌસેનાએ મળીને નેવલ એન્ટી-શિપ મિસાઇલ (શોર્ટ રેન્જ)નું પહેલીવાર સફળ સલ્વો લોન્ચ કર્યું છે. આ પરીક્ષણ ઓડિશાના તટ પાસે બંગાળની ખાડીમાં કરવામાં આવ્યું હતું, જેને દેશની સૈન્ય તાકાત માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.

નૌસેનાના હેલિકોપ્ટર પરથી મિસાઈલ દાગવામાં આવી

DRDO અને ભારતીય નૌસેનાએ સંયુક્ત રીતે ભારતીય નૌસેનાના હેલિકોપ્ટર પ્લેટફોર્મ્સ પરથી નેવલ એન્ટી-શિપ મિસાઇલ-શોર્ટ રેન્જ (NASM-SR)નું પ્રથમ સલ્વો લોન્ચ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. આ પરીક્ષણ ઓડિશાના તટથી દૂર બંગાળની ખાડીમાં સંપન્ન થયું, જે દેશની સંરક્ષણ ક્ષમતા માટે મોટું કદમ માનવામાં આવે છે.

સંરક્ષણ મંત્રીએ અભિનંદન પાઠવ્યા 

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ સફળતા બદલ DRDO, ભારતીય નૌસેના, ભારતીય વાયુસેના અને ઉદ્યોગ ક્ષેત્ર, જેમાં ડીસીપીપી (DCPP) ભાગીદારો પણ સામેલ છે, તે તમામના અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ મિસાઇલના વિકાસથી સશસ્ત્ર દળોની ક્ષમતામાં મોટો વધારો થશે અને તે દેશની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત કરશે.

નૌસેનાની ક્ષમતામાં મોટો વધારો

આ સફળ પરીક્ષણને ભારતની સૈન્ય તાકાતની દૃષ્ટિએ મોટું પગલું માનવામાં આવે છે. જેનાથી ભારતીય સશસ્ત્ર દળોની મારક ક્ષમતા અને વ્યૂહાત્મક શક્તિમાં નોંધપાત્ર વધારો થશે, ખાસ કરીને દરિયાઈ ક્ષેત્રમાં.

ટેકનિકલ માહિતી પર કરો નજર

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ અત્યાધુનિક હેલિકોપટર્સ પ્લેટફોર્મ્સને ભારતીય સશસ્ત્ર દળોની ભવિષ્યની ઓપરેશનલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. તેની વિશેષતાઓ નીચે મુજબ છે:

-બંને વાહનોમાં સ્વદેશી ટેકનોલોજીથી વિકસિત 30 મીમી ક્રૂલેસ ટરેટ લગાવવામાં આવ્યું છે.

- સારી ગતિશીલતા, મારક ક્ષમતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેમાં આધુનિક ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

-આ પ્લેટફોર્મ્સને હાઈ-પાવર એન્જિન અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યા છે, જેનાથી તેની ગતિ અને પ્રદર્શન ક્ષમતા સારી બને છે.

-આ વાહનો મુશ્કેલ રસ્તાઓ, ઊંચા ઢોળાવો અને અવરોધોને સરળતાથી પાર કરી શકે છે.

-સુરક્ષા માટે તેમાં STANAG લેવલ-4 અને લેવલ-5 સુધીની મોડ્યુલર બ્લાસ્ટ અને બેલેસ્ટિક સુરક્ષા આપવામાં આવી છે, સાથે જ ચારે બાજુ મોડ્યુલર સુરક્ષા કવચ પણ આપવામાં આવ્યું છે.

-વાહનોમાં હાઈડ્રો જેટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી તે પાણીમાં રહેલા અવરોધોને પાર કરવામાં સક્ષમ છે અને ઓપરેશનલ લચીલાપણું વધે છે.

-30 મીમી ક્રૂલેસ ટરેટ સાથે લાગેલી 7.62 મીમી PKT ગનને એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ લોન્ચ કરવાને અનુરૂપ પણ તૈયાર કરવામાં આવી છે. તેનું બેઝ ડિઝાઈન મલ્ટી-રોલ ક્ષમતા વાળું છે, એટલે કે જરૂરિયાત મુજબ તેનો અલગ-અલગ સૈન્ય અભિયાનોમાં ઉપયોગ કરી શકાય છે.

-હાલમાં આ પ્લેટફોર્મ્સમાં અંદાજે 65 ટકા સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને આગળ જતાં વધારીને 90 ટકા સુધી કરવાની યોજના બનાવવામાં આવી છે.