પ્રાયવેટ સેક્ટર માટે પરમાણુ ઊર્જા ક્ષેત્રના દ્વાર ખુલ્લા, જોડાણ માટે આમંત્રણઃ India-UK CEO ફોરમમાં PM મોદી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Modi And Keir Starmer: ભારત-યુકે સીઈઓ ફોરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પરમાણુ ઊર્જા ક્ષેત્રને ખાનગી સેક્ટર માટે ખુલ્લું મૂક્યું હોવાની જાહેરાત કરી છે. તેનાથી ભારત-યુકે સહયોગને નવી ઊંચાઈએ લઈ જવાની તકોનું સર્જન થશે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર હાલ બે દિવસીય ભારત મુલાકાત પર છે. આજે વડાપ્રધાન મોદી સાથે બેઠકો કરી વિવિધ ક્ષેત્રે સંબંધોને મજબૂત બનાવી રહ્યા છે.
પીએમ મોદીએ જણાવ્યું કે, અમે પરમાણુ ઊર્જા ક્ષેત્રને ખાનગી સેક્ટર માટે ખુલ્લું મૂકવા જઈ રહ્યા છે. તે ભારત અને યુકેના જોડાણને નવી ઊંચાઈએ લઈ જશે. હું તમને આ વિકાસ યાત્રામાં જોડાવા માટે આમંત્રણ આપું છું. અમે માળખાકીય વિકાસને પ્રાધાન્ય આપીએ છીએ. અમે નેક્સ્ટ-જનરેશન ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરી રહ્યા છીએ. 2023 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી સ્થાપિત કરવાનો લક્ષ્યાંક ધરાવીએ છીએ. ભારત અને યુકે આ ક્ષેત્રે સાથે મળી વૈશ્વિક સ્તરે નવા બેન્ચમાર્ક સ્થાપિત કરશે.
તમામ ક્ષેત્રોમાં જોડાણ કરશેઃ પીએમ મોદી
વધુમાં જણાવ્યું હતું કે, અમે તમામ ફિનટેક ક્ષેત્રમાં ભારતની ક્ષમતા જોઈએ છે. આજે વિશ્વના આશરે 50 ટકા રિઅલ-ટાઇમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભારતમાં થઈ રહ્યા છે. નાણાકીય સેવાઓમાં યુકેનો અનુભવ અને ભારતનું ડીપીઆઈ સાથે મળી તેને વેગ આપી શકે છે. અમારા સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવા માટે વડાપ્રધાન સ્ટાર્મર અને મેં વિઝન 2035ની જાહેરાત કરી છે.
પરમાણુ ઊર્જા ક્ષેત્રનું ખુલ્લું મુકવાની યોજના
ભારત તેના પરમાણુ ઊર્જા ક્ષેત્રને ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લું મુકવા તરફ આગળ વધી રહ્યું છે. આ સંદર્ભમાં, કેન્દ્ર સરકાર તમામ હાલના કાયદાઓને એકીકૃત 'અમ્બ્રેલા રૂલ્સ' સાથે બદલવાનું વિચારી રહી છે જે પરમાણુ ઊર્જા સંબંધિત તમામ મુદ્દાઓને સંબોધશે. વધુમાં, પરમાણુ ઊર્જા વિવાદોના ઉકેલ માટે એક ખાસ ટ્રિબ્યુનલ અને પરમાણુ સલામતી સુનિશ્ચિત કરવા માટે એક ખાસ સત્તાની સ્થાપના કરવામાં આવી રહી છે. આ સત્તા આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) સાથે સંકલનમાં કામ કરશે.








