Get The App

ડોગ્સના અનોખા મેરેજ, 100 જાનૈયાઓ આવી પહોંચ્યા આંગણે, લગ્નનું કારણ જાણીને ચોંકી જશો

કલ્લુ કુતરાની જાન 32 કિમી દૂર આવેલા પરછછ ગામમાં ગઇ હતી

કન્યા વિદાય થાય તેવી જ રીતે ભૂરીની વિદાય કરવામાં આવી હતી.

Updated: Jun 7th, 2022

GS TEAM


Google News
Google News
ડોગ્સના અનોખા મેરેજ, 100 જાનૈયાઓ આવી પહોંચ્યા આંગણે,  લગ્નનું કારણ જાણીને ચોંકી જશો 1 - image


લખનૌ, 7 જુન,2022,સોમવાર 

2019માં અલ્હાબાદથી 50 કિમી દૂર આવેલા કોરાવ નામના ગામમાં કુતરા –કુતરીના લગ્નએ ચર્ચા જગાવી હતી. જેમાં બેંડ-બાજા-બારાત અને આમંત્રણ પત્રિકા આપવામાં આવી હતી. તાજેતરમાં આવો જ એક અજબ ગજબ કિસ્સો ઉત્તરપ્રદેશના હમીરપૂરમાં બન્યો છે. કલ્લુ નામના કુતરાની જાન 32 કિમી દૂર આવેલા  કોતવાલી ક્ષેત્રમાં આવેલા પરછછ ગામમાં ગઇ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર જાન પ્રસ્થાન પહેલા દુલ્હાને પીળા વસ્તો પહેરાવીને મહેશ્વરી બાબા મંદિરમાં દર્શન કરાવવામાં આવ્યા હતા. લગ્નમાં થતી હોય એવી તમામ વિધીઓ કરવામાં આવી હતી જેમાં કોઇ જ કસર રાખવામાં આવી ન હતી. કલ્લુને મંદિરના એક મહંતે પાળી પોષીને મોટો કર્યો હતો. પહેલા સગાઇ અને પછી લગ્ન થયા હતા.

 સામાન્ય રીતે સવારે જાન પ્રસ્થાન થાય છે અને સાંજે પાછી ફરે છે. રાત્રે લગ્ન હોયતો સાંજે પ્રસ્થાન કરે છે અને મોડી રાત્રે કે સવારે પરત આવી જાય છે પરંતુ  આ જાન 12 કલાક નહી પરંતુ 36 કલાક સુધી રોકાઇ હતી. જેમ કન્યા વિદાય થાય તેવી જ રીતે ભૂરીની વિદાય કરવામાં આવી હતી. એટલું જ નહી નાણા આપવા એને લેવાનો સામાજિક રિવાજ પણ પાળવામાં આવ્યો હતો.

આસપાસના લોકોને ખબર પડી કે માણસ નહી પરંતુ કુતરા-કુતરીના લગ્ન થઇ રહયા છે આથી કુતુહલ વશ જોવા માટે ટોળે વળ્યા હતા. ઠાઠબાઠ તો જાણે કે બે માણસના લગ્ન થઇ રહયા હોય તેવો હતો. જાન રવાના થઇ ત્યારે સાધુ સંતોને પણ બોલાવવામાં આવ્યા હતા. કુલ 100થી વધુ લોકોએ અજબ લગ્નમાં હાજરી આપી હતી. આ અજબ લગ્નના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. 

કુંડળીમાં કોઇ દોષ હોય ત્યારે  કુતરા-કુતરીના લગ્ન કરવાની પરંપરા 

પ્રાપ્ત માહિતી અનુસાર ભારત વિશિષ્ટ પ્રકારની સામાજીક રીત રિવાજો અને માન્યતા ધરાવતો દેશ છે. જીવો અને પ્રાણીઓ સાથે પણ ભાવનાત્મક જોડાણ ધરાવે છે. કુંડળીમાં કોઇ દોષ હોય ત્યારે  કુતરા-કુતરીના લગ્ન કરાવીને દોષંમુકત થવાની પરંપરા છે. અસમ અને મધ્યપ્રદેશની કેટલીક જનજાતિઓમાં વરસાદ સારો વરસે એટલા માટે દેડકા અને દેડકીના લગ્ન ધામધૂમથી કરવામાં આવે છે. નવાઇની વાત તો એ છે કે ધાર્યા કરતા ખૂબ વરસાદ પડે ત્યારે દેડકા-દેડકીના છુટા છેડાની પણ વિધી થાય છે. 

Tags :