Get The App

કુતરામાં માણસ દ્વારા બોલાતા શબ્દનો અર્થ સમજવાની શકિત હોતી નથી- સંશોધન

જો કે દરેક વ્યકિતનો અવાજ ચોકકસ પારખી શકે છે

ડોગ સમજે છે એમ માનીને ઘણા વાતો કરતા હોય છે

Updated: Dec 31st, 2020

GS TEAM


Google News
Google News
કુતરામાં માણસ દ્વારા બોલાતા શબ્દનો અર્થ સમજવાની શકિત હોતી નથી- સંશોધન 1 - image


ન્યૂર્યોક,31 ડિસેમ્બર,2020,ગુરુવાર 

વફાદારી પ્રતિક ગણાતા ડોગ સાથે માણસ જાતને સદીઓથી નાતો છે. પાલતું પ્રાણીઓમાં સૌથી વધુ વિવિધ ડોગની નસ્લ પાળવામાં આવે છે. ડોગના લાડકોડથી થતા ઉછેર અને તેની સમજણશકિતના વખાણ કરતી એક અનોખી દુનિયા છે. ઘણા લોકો ડોગ બધુ જ સમજે છે એમ માનીને વાતો કર્યા કરતા હોય છે. ડોગને શાબ્દિક ગુસ્સો અને વહાલ પણ કરવામાં આવે છે પરંતુ એક સંશોધન મુજબ ડોગ માણસ જે શબ્દો બોલે છે તે સમજી શકતો નથી. બુડાપેસ્ટની ઇયોટ વોસ લોરેંડ યૂનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા અનુસાર હકિકત એ છે તે ડોગ માત્ર અવાજ જ ઓળખે છે તે શબ્દોનો અર્થ સમજવાની શકિત હોતી નથી. આપણે શું કહીએ છીએ એ તો દૂર રહયું શબ્દો પર ડોગનું ધ્યાન પણ હોતું નથી. ડોગ અવાજ અને ગંધ જરુર પારખી શકે છે, ઇશારાઓ પણ સમજી શકે છે પરંતુ બોલાતા શબ્દોનો અર્થ સમજતો  નથી. 

કુતરામાં માણસ દ્વારા બોલાતા શબ્દનો અર્થ સમજવાની શકિત હોતી નથી- સંશોધન 2 - image

વૈજ્ઞાાનિકોએ આ સાબીત કરવા ઇલેકટ્રો એનસેફલોગ્રાફી પેટર્નનો ઉપયોગ કરીને કેટલાક ડોગ્સ પર પ્રયોગ કર્યો હતો. આ પધ્ધતિમાં ઇલેકટ્રોડસ કુતરાના માથા પર લગાવવામાં આવ્યા હતા. ત્યાર પછી કુતરાને જે સામાન્ય પ્રકારની સૂચનાઓ આપવામાં આવી પરંતુ તેની કોઇ જ પ્રતિક્રિયા આપી ન હતી. સીએનએનમાં પ્રકાશિત માહિતી મુજબ  સંશોધનમાં એ પણ બહાર આવ્યું હતું કે કુતરાઓ ધ્યાનથી સાંભળતા જ નથી. જો કે અવાજ પારખવાની શકિત એટલી અદભૂત હોય છે કે સ્પીચમાં ફેરફાર થાય તો પણ પકડી શકે છે.

આ સંશોધનમાં ઇઓટવોસ લેરન્ડ યુનિર્વસિટીના એટિલા એન્ડીકસના નેતૃત્વમાં કરવામાં આવ્યો હતો. ચહેરો કદાંચ બીજા પાઇંમેટલ જીવો માટે મહત્વનો હોઇ શકે છે પરંતુ તે બધા સ્તનધારી જીવોને આ લાગુ પડતું નથી જેમાં ડોગનો પણ સમાવેશ થાય છે. આ અંગેનું સંશોધન જર્નલ ઓફ ન્યૂરો સાયન્સમાં પ્રકાશિત થયું છે.

Tags :