દિવાળી અને છઠ પૂજાએ કન્ફર્મ ટિકિટ નથી મળતી તો આ એપ્સ 'ચમત્કાર' કરી બતાવશે!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Diwali Train Ticket: દિવાળી અને છઠ પૂજા જેવા તહેવારોમાં દરેક લોકોને ઘેર જવાનું મન થાય. પરંતુ જો તમે હજી સુધી ટ્રેનની ટિકિટ બુક નથી કરી, તો મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તહેવારોના દિવસોમાં ટ્રેન ટિકિટ મેળવવી ખરેખર મોટી ચેલેન્જ બની જાય છે, ખાસ કરીને જો સમય પહેલાં બુકિંગ ન કર્યું હોય.
આ સમયે અંતિમ ક્ષણે ટિકિટ મેળવવાનો એક જ રસ્તો છે, ‘તત્કાલ ટિકિટ’. પણ અહીં મુશ્કેલી એ છે કે, એક જ સમયે 100 ટિકિટ માટે હજારો લોકો એક સાથે ઊભા હોય છે. આવી સ્થિતિમાં કેટલીક સરકારી અને પ્રાયવેટ ઍપ્લિકેશનની મદદથી તમે તમારી દિવાળી અને છઠ માટે કન્ફર્મ ટિકિટ મેળવી શકો છો.
આ પણ વાંચો: પંજાબમાં રોપરના DIG ઓફિસર 5 લાખની લાંચ લેતા ઝડપાયા, CBI એ રંગેહાથ ઝડપ્યાં
RailOne:
આ સરકારી સુપર એપ છે, જેનો ઉપયોગ કરીને તમે IRCTC પરથી ટિકિટ બુક કરી શકો છો, પણ IRCTC વેબસાઇટ કરતાં ઘણી ઝડપી કામ કરે છે આ એપ. પરંતુ IRCTCની સાઇટ જ્યાં દરેક સ્ટેપમાં સમય લે છે, ત્યાં આ એપ ચપટીમાં કામ કરે છે.
આ એપથી તમે તત્કાલ અને રિઝર્વેશન ટિકિટ, જનરલ અને પ્લેટફોર્મ ટિકિટ, તેમજ ટ્રેન ટ્રેકિંગ અને PNR સ્ટેટસ ચેક જેવા વિકલ્પો પણ મેળવી શકો છો.
2. PhonePe
જો તમે કન્ફર્મ ટિકિટ શોધવામાં વધુ સમય ન બગાડવા માંગતા હો, તો આ વિકલ્પ તમારા માટે બેસ્ટ છે. PhonePe એપમાં ઇન્ટિગ્રેટ થયેલું આ પ્લેટફોર્મ માત્ર બોર્ડિંગ સ્ટેશન, ડેસ્ટિનેશન સ્ટેશન, તારીખ અને કેટેગરી પસંદ કરવાની રહેશે. આ રીતે તમે બંને સ્ટેશનો વચ્ચેની ઉપલબ્ધ ટ્રેનો અને શ્રેષ્ઠ વિકલ્પો જોઈ શકશો.
બુકિંગ માટે આ પ્લેટફોર્મ તમને IRCTC પર રીડાયરેક્ટ કરે છે,અને ટ્રેન અને સીટ ઉપલબ્ધતા શોધવામાંનો સમય બચશે. અહીં તમે થોડી વધારે રકમ ચૂકવીને કન્ફર્મ ટિકિટની શક્યતા (Probability) વધારી શકો છો.
આ પણ વાંચો: નિવૃત્ત સૈનિકો માટે ગુડ ન્યૂઝ! શિક્ષણથી માંડી લગ્ન સુધી સરકાર કરશે બમણી આર્થિક સહાય
3. અન્ય લોકપ્રિય એપ્સ
આ ઉપરાંત ટિકિટ બુકિંગ માટે તમે MakeMyTrip અથવા ixigo જેવી ઍપ્લિકેશનોનો પણ ઉપયોગ કરી શકો છો. તેમજ જો તમે માત્ર PNR સ્ટેટસ ચેક કરવા માંગતા હો, તો indianrail.gov.in વેબસાઇટ સૌથી વિશ્વસનીય વિકલ્પ છે.








