Get The App

૨૦૨૩-૨૪માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૃ. ૧૯.૬૦ લાખ કરોડ

કોર્પોરેેટ ટેક્સ કલેક્શન ૧૦ વર્ષમાં બે ગણું વધીને ૨૦૨૩-૨૪માં રૃ. ૯.૧૧ લાખ કરોડથી વધારે

ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં છેલ્લા દસ વર્ષમાં ૧૮૨ ટકાની વૃદ્ધિ

Updated: Oct 17th, 2024

GS TEAM

Google News
Google News



(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧૭૨૦૨૩-૨૪માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૃ. ૧૯.૬૦ લાખ કરોડ 1 - image

ગત નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૧૯.૬૦ લાખ કરોડ રૃપિયા રહ્યું છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વવાળી સરકારના ૧૦ વર્ષના સમયગાળામાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં ૧૮૨ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

આવકવેરા વિભાગ દ્વારા જારી નવી ટાઇમ સીરીઝ ડેટાથી જાણવા મળે છે કે કોર્પોરેેટ ટેક્સ કલેક્શન ૧૦ વર્ષમાં બે ગણું વધીને ૨૦૨૩-૨૪માં ૯.૧૧ લાખ કરોડ રૃપિયાથી વધારે થઇ ગયું છે.

આ સમય દરમિયાન વ્યકિતગત આવકવેરા કલેક્શન લગભગ ચાર ગણું વધીને ૧૦.૪૫ લાખ કરોડ રૃપિયા થઇ ગયું છે.

મોદી સરકારના પ્રથમ વર્ષ ૨૦૧૪-૧૫માં પ્રત્યક્ષ ટેક્સ કલેક્શન લગભગ ૬.૯૬  લાખ કરોડ રૃપિયા રહ્યું હતું. જેમાં ૪.૨૯ લાખ કરોડ રૃપિયા કોર્પોરેટ ટેક્સ અને ૨.૬૬ લાખ કરોડ રૃપિયા વ્યકિતગત આવકવેરો સામેલ હતો.

નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫માં દાખલ કરવામાં આવેલા ઇન્કમ ટેક્સ રિર્ટનની સંખ્યા ૪.૦૪ કરોડ રૃપિયા હતી જે ૨૦૨૩-૨૪માં વધીને ૮.૬૧ કરોડ થઇ ગયા હતાં.

ડાયરેક્ટ ટેક્સ-ટુ-જીડીપી રેશિયો ૨૦૧૪-૧૫માં ૫.૫૫ ટકા હતો જે ૨૦૨૩-૨૪માં વધીને ૬.૬૪ ટકા થઇ ગયો છે.

આકારણી વર્ષ ૨૦૧૪-૧૫માં કરદાતાઓની સંખ્યા ૫.૭૦ કરોડ હતી જે આકારણી વર્ષ ૨૦૨૩-૨૪માં વધીને ૧૦.૪૧ કરોડ થઇ ગઇ છે.

 

 

Tags :