Get The App

નીતિશ CM બનશે કે નહીં એ અમારું સંસદીય બોર્ડ નક્કી કરશે, ચૂંટણી પહેલા ભાજપ નેતાનું નિવેદન

Updated: Feb 28th, 2025

GS TEAM

Google News
Google News
Dilip Jaiswal on Nitish Kumar


Dilip Jaiswal on Nitish Kumar: બિહારમાં 2025ની વિધાનસભા ચૂંટણીને લઈને હંગામો શરૂ થઈ ગયો છે. ભાજપ અધ્યક્ષ દિલીપ જયસ્વાલના નિવેદનથી રાજકીય ગરમાવો વધી ગયો છે. તેમણે કહ્યું કે નીતીશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવશે, પરંતુ ભાજપનું સંસદીય બોર્ડ નક્કી કરશે કે મુખ્યમંત્રી કોણ હશે.

નવેમ્બર 2025માં ચૂંટણી યોજાવાની છે

બિહારમાં વિધાનસભા ચૂંટણી હજુ દૂર છે, પરંતુ રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. શાસક પક્ષ અને વિપક્ષ બંને પોતાની રણનીતિ બનાવી રહ્યા છે. 

જાણો ચૂંટણી બાબતે શું બોલ્યા જયસ્વાલ

દિલીપ જયસ્વાલે બિહાર વિધાનસભા ચૂંટણી બાબતે કહ્યું કે, વર્ષ 2025ની ચૂંટણી નીતીશ કુમારના નેતૃત્ત્વમાં જ લડવામાં આવશે. પરંતુ ભાજપ સંસદીય બોર્ડ નક્કી કરશે કે મુખ્યમંત્રી કોણ હશે.' ભાજપના આ બેતરફી નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. 

જયસ્વાલના આ નિવેદને અનેક સવાલો ઉભા કર્યા છે. શું નીતિશ કુમાર બનશે આગામી સીએમ? જો NDA જીતશે તો શું તેઓ મુખ્યમંત્રી બનશે? આ પ્રશ્નો હવે ચર્ચાનો વિષય બન્યા છે.

બિહાર વિધાનસભા સત્ર

બિહારમાં આજથી બિહાર વિધાનસભા સત્ર શરૂ થઈ રહ્યું છે. નીતિશ કુમારની સરકાર 2025-26નું બજેટ રજૂ કરશે. બજેટ સત્ર દરમિયાન બિહાર બીજેપી અધ્યક્ષના 'CM ફેસ' નિવેદનથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. માનવામાં આવે છે કે વિપક્ષના નેતા તેજસ્વી યાદવ આ મુદ્દો ઉઠાવશે અને નીતિશના નામ પર ભાજપ પર બોલશે.

નીતિશ CM બનશે કે નહીં એ અમારું સંસદીય બોર્ડ નક્કી કરશે, ચૂંટણી પહેલા ભાજપ નેતાનું નિવેદન 2 - image

Tags :