પ્રેક્ટિસ ઈં ગ્લુકોવિજિલન્સ - ગ્લુકોવિજિલન્સનું ડાયાબિટિસની સંભાળને સરળ બનાવો
ડાયાબિટિસ સાથે જીવવું ખરેખર મુશ્કેલ છે કેમ કે એ માટે તમારે સતત ખોરાકનો પ્રકાર, ખોરાકનું પ્રમાણ ભાગ, વ્યાયામ સ્તર વગેરેની પસંદગી પર ધ્યાન રાખવાની જરૃર રહે છે, જેથી કરીને તમે તમારી સુગરનું લેવલ રેન્જમાં રાખી શકો છો.
આથી દરદીઓ સેલ્ફ મેનેજમેન્ટ ગાઈડ લાઈન્સ બરાબર સમજી શકે એ મહત્ત્વનું છે. અમદાવાદના વરિષ્ઠ ડાયેબેટોલોજિસ્ટ ડૉ. સંજીવ આર. ફાટક આપણી સમક્ષ એ વાતની સ્પષ્ટતા કરે છે કે ડાયાબિટિસ કેરનો માર્ગ ઘણો જટિલ છે ત્યારે દરદીઓ કેવી રીતે તેમની સેલ્ફ મેનેજમેન્ટની જર્ની પાર પાડી શકે છે.
* ડાયાબિટિસના અસરકારક સેલ્ફ-મેનેજમેન્ટ માટે તમે તમારા દર્દીઓને શી ભલામણ કરો છો?
ડાયાબિટિસના દરદીઓ માટે તેમના સુગરનું લેવલ અને શા કારણે તે વધે છે અથવા ઘટે છે અને કેટલું હોવું જોઈએ એ બાબતથી વાકેફ રહેવું ઘણું જ અગત્યનું છે. એવું હું શા માટે કહું છું કેમ કે એટલે જ ગ્લુકોવિજિલેન્સ એ ડાયાબિટિસ સેલ્ફ મેનેજમેન્ટનો મુખ્ય મંત્ર છે.
ગ્લુકોવિજિલન્સ એટલે નિયમિત ટેસ્ટિંગ દ્વારા તમારા સુગર લેવલ પર નજર રાખો. એના થકી તમારી દવા, ડાયેટ અથવા એક્સરસાઈઝનું રૃટિન કેવું કામ કરી રહ્યું છે તે અંગે તમે શ્રેષ્ઠ રીતે જાણી શકો છો.
આટલું જ નહીં, આ બાબત પરીક્ષણ કરતાં તબીબને પણ મદદરૃપ બને છે અને એ થકી તબીબ તમારી સારવાર યોજનામાં સુયોગ્ય સુધારા કરી શકે છે.
* દરદીઓ તેમની લાઈફસ્ટાઈલના સંચાલન માટે ટેસ્ટ-રિડિંગનો ઉપયોગ કઈ રીતે કરી શકે છે?
તમારા ટેસ્ટ-રિડિંગનો રેકોર્ડ જાળવી રાખો. તમે તેમાં ખોરાકનો પ્રકાર અને પ્રવૃત્તિ લેવલ જેવા રેકોર્ડનો ઉમેરો કરી શકો છો. તમારું સુગર લેવલ કયા પ્રકારના ભોજનથી અથવા કયા પ્રકારની પ્રવૃત્તિ/ વ્યાયામ થી વધે છે કે ઘટે છે એની તમે તમારા રિડિંગ દ્વારા સમીક્ષા કરો અને તબીબ સાથે ચર્ચાવિચારણામાં તમારા રૃટિનમાં સુધારો કરી તે મુજબ પગલાં લો.
* શું તમે તમારા દરદીઓને તેમના સુગર લેવલનું પરીક્ષણ અવારનવાર કરવાની ભલામણ કરશો?
સુગર ટેસ્ટિંગનું રૃટિન વ્યક્તિગત હોય છે, જે તબીબની સલાહ મુજબથી નક્કી કરવું જોઈએ. ઉદાહરણ તરીકે, ટાઈપ-૨ ડાયાબીટીસના દરદીઓને જે ફક્ત ગોળીઓ લઈ રહ્યા છે તે દર અઠવાડિયે એક-બે વાર સવારે ભૂખ્યા પેટે અને ખાધા પછી બે કલાકે (સવારે-બપોરે-રાત્રે) સુગર લેવલ ટેસ્ટ કરવો જોઈએ. જ્યારે ઈન્સ્યુલિન લેનાર દરદીએ દર અઠવાડિયામાં ૩ થી ૪ વખત આવી રીતે તપાસ કરવી જોઈએ. જે દરદીઓને સુગરની વધઘટ વધારે રહેતી હોય તેમને દિવસમાં ઓછામાં ઓછી ૪ વખત સુગર લેવલની તપાસણી કરવી જોઈએ.
ડિસ્કલેમર : પ્રેક્ટિસ ઈં ગ્લુકોવિજિલન્સ એ તો રોશ ડાયાબિટિસ કેર ઈન્ડિયા પ્રા.લિ.ની જાગરૃકતા પહેલ છે.
આ લેખમાં જે સામગ્રી સમાવિષ્ઠ છે એ વ્યાવસાયિક મેડિકલ એડવાઈઝ નથી, રોગનું નિદાન અથવા સારવારની અવેજીમાં પણ નથી. આ ન્યૂઝ અને મંતવ્યો તબીબે વ્યક્ત કર્યા છે.