India

બાંગ્લાદેશમાં તારિક રહેમાનના શપથગ્રહણમાં PM મોદી નહીં જાય, આ નેતા થશે સામેલ

By GS TEAM
15 Feb 20262 mins read
TukuTouch Logo
બાંગ્લાદેશ ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનલ પાર્ટી(BNP)એ મહાજિત હાંસલ કરી છે. 12 ફેબ્રુઆરીએ થયેલી સામાન્ય ચૂંટણીમાં BNPએ 300 બેઠકો માંથી 212 બેઠકો પર જીત મેળવી છે, તે સાથે જ તારિક રહેમાન નવા વડા પ્રધાન બનવા જઈ રહ્યા છે, ત્યારે ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારત તરફથી શપથ ગ્રહણ સમારોહનું પ્રતિનિધિત્વ વડા પ્રધાન નરેન્દ્ર મોદી નહીં કરે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાંગ્લાદેશમાં તારિક રહેમાનના શપથગ્રહણમાં PM મોદી નહીં જાય, આ નેતા થશે સામેલ

Bangladesh New Govt: બાંગ્લાદેશ ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનલ પાર્ટી(BNP)એ મહાજિત હાંસલ કરી છે. 12 ફેબ્રુઆરીએ થયેલી સામાન્ય ચૂંટણીમાં BNPએ 300 બેઠકો માંથી 212 બેઠકો પર જીત મેળવી છે, તે સાથે જ તારિક રહેમાન નવા વડા પ્રધાન બનવા જઈ રહ્યા છે, ત્યારે ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારત તરફથી શપથ ગ્રહણ સમારોહનું પ્રતિનિધિત્વ વડા પ્રધાન નરેન્દ્ર મોદી નહીં કરે. 

ઓમ બિરલા હાજરી આપશે

ભારત તરફથી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા 17 ફેબ્રુઆરીના રોજ ઢાકામાં આયોજિત બાંગ્લાદેશની નવી સરકારના શપથ સમારોહમાં હાજરી આપશે. આ સમારોહ BNPના અધ્યક્ષ તારિક રહેમાનના નેતૃત્વમાં બનવા જઈ રહેલી નવી સરકારના ઔપચારિક કાર્યભાર ગ્રહણ કાર્યક્રમનો હિસ્સો છે. 

નવી સરકાર રચાતા સંબંધો સુધરશે!

આ હાઈ લેવલ પ્રતિનિધિત્વ બંને દેશો વચ્ચે ગાઢ અને સ્થાયી સંબંધોનું પ્રતિક માનમાં આવી રહ્યું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સામાજિક જોડાણ વર્ષોથી ચાલી રહ્યું છે. પરંતુ બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર આવ્યા બાદ બંને દેશોના સંબંધો વચ્ચે વધુ ખટાશ આવી હતી.

આ પણ વાંચો: અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘટવાના અણસાર! ટ્રમ્પ ખામેનેઈને મળવા તૈયાર

ભારતે બાંગ્લાદેશમાં લોકતાંત્રિક પ્રક્રિયા પ્રમાણે ચૂંટાયેલી તારિક સરકારનું સ્વાગત કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તારિક રહેમાનને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. આ નવી સરકારથી ક્ષેત્રીય સ્થિરતા અને વિકાસમાં મોટી ભૂમિકા નિભાવી શકે છે. ઓમ બિરલાની ભાગીદારી દર્શાવે છે ભારત લોક તાંત્રિક મૂલ્યો અને પડોશી દેશો સાથે પારસ્પરિક સન્માન અને મજબૂત સંબંધને મહત્વ આપે છે.