Get The App

હેંગ ગ્લાઈડર ઉડાડવા અંગે DGCAએ ઈશ્યૂ કર્યા નવા નિયમ, ઈઝરાયલ-હમાસ યુદ્ધને લીધે આવ્યું ચર્ચામાં

આ ઉપરાંત DGCAની પરવાનગી બાદ હેંગ ગ્લાઈડર વેચાણ કે ખરીદી કરી શકશે

Updated: Oct 19th, 2023

GS TEAM

Google News
Google News
હેંગ ગ્લાઈડર ઉડાડવા અંગે DGCAએ ઈશ્યૂ કર્યા નવા નિયમ, ઈઝરાયલ-હમાસ યુદ્ધને લીધે આવ્યું ચર્ચામાં 1 - image
Image : pixabay

DGCA issued new rules for hang gliders :  હમાસના આતંકવાદીઓ ઈઝરાયેલમાં હેંગ ગ્લાઈડર (hang gliders) સાથે પ્રવેશ કર્યા બાદ ભારતના ઉડ્ડયન નિયમનકાર ડિરેક્ટોરેડટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ હેંગ ગ્લાઈડરના સંચાલન અને સલામતી અંગેના નવા નિયમો (new rules)અમલમાં મૂક્યા છે.

હેન્ડ ગ્લાઈડર કોણ ઉડાવી શક્શે ?

ઉડ્ડયન નિયમનકાર ડિરેક્ટોરેડટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ દ્વારા સુધારેલા આ નિયમો અનુસાર હવે કોઈપણ વ્યક્તિ એવિએશન રેગ્યુલરિટી (aviation regularity) દ્વારા મંજૂર કરાયેલા પરીક્ષક અથવા પ્રશિક્ષકની પરવાનગી વગર (without the permission) હેંગ ગ્લાઈડર ઉડાવી શક્શે નહીં. આ ઉપરાંત DGCAએ પ્રશિક્ષક બનવા માટેની લાયકાત વિશે પણ માહિતી આપતા કહ્યું હતું કે એવી વ્યક્તિ હશે જે સંચાલિત હેંગ ગ્લાઈડર પર 50 કલાક અને ટ્વીન મશીન પર 10 કલાક ઉડાન ભરશે. રેગ્યુલેટર પાસેથી મંજૂરી મળ્યા બાદ આવી વ્યક્તિ લોકોને હેંગ ગ્લાઈડર ઉડાવવા માટે અધિકૃત કરી શકે છે. આ સિવાય DGCAએ આવા એરક્રાફ્ટને ઓપરેટ કરવા માટે લાયક માટે પણ માપદંડો (criteria for eligibility) નક્કી કર્યા છે જેમાં કોઈપણ વ્યક્તિ પાસે જો 25 કલાકના ફ્લાઈંગ ટાઈમ સાથે કોમર્શિયલ પાઈલટ લાઈસન્સ (commercial pilot license) ન હોય તો તે વ્યક્તિ પાવર્ડ હેંગ ગ્લાઈડર ઉડાવી શક્શે નહીં. 

DGCAની પરવાનગી બાદ જ વેચાણ કે ખરીદી કરી શકશે

આ નિયમોમાં વધુમાં કહેવામાં આવ્યુ છે કે પાવર્ડ હેંગ ગ્લાઈડર DGCA દ્વારા જાહેર કરાયેલા પ્રમાણપત્ર રજૂ કર્યા વગર કોઈપણ વ્યક્તિ અથવા પેઢીને વેચી કે સ્કેપમાં આપી શકાશે નહીં. DGCA ગૃહ મંત્રાલય તરફથી (Ministry of Home Affairs) હેંગ ગ્લાઈડર ખરીદનારની તપાસ કર્યા બાદ જ વેચવા અથવા સ્ક્રેપ કરવા (sell or scrap) માટે માલિકને પ્રમાણપત્ર ઈશ્યું કરશે. આ ઉપરાંત નિયમોમાં કહેવામાં આવ્યુ છે કે હેંગ ગ્લાઈડર ખરીદવા અથવા બનાવવાની ઈચ્છા ધરાવતી કોઈપણ વ્યક્તિ અથવા પેઢીએ DGCA દ્વારા ગૃહ મંત્રાલય પાસેથી સુરક્ષા મંજૂરી મેળવવી પડશે. આ સિવાય તેઓએ ગૃહ મંત્રાલય દ્વારા જણાવવામાં આવેલી સુરક્ષા જરૂરિયાતોનું પાલન કરવું પડશે.

હેંગ ગ્લાઈડર ઉડાડવા અંગે DGCAએ ઈશ્યૂ કર્યા નવા નિયમ, ઈઝરાયલ-હમાસ યુદ્ધને લીધે આવ્યું ચર્ચામાં 2 - image

Tags :