Get The App

ચાંદીનો પેટ્રોલ પંપ અને છપ્પન ભોગ... બાધા પૂરી થતાં મંદિરમાં યુવકે ભગવાનને ચઢાવી ભેટ

Updated: Jul 7th, 2025

GS TEAM

Google News
Google News
Devotee Offers 10kg Silver Petrol Pump


Devotee Offers 10kg Silver Petrol Pump: ચિત્તોડગઢના પ્રખ્યાત શ્રી સાંવલિયા સેઠ મંદિરમાં ભક્તોની શ્રદ્ધાનું એક અનોખું દૃશ્ય જોવા મળ્યું. ડુંગલાના એક ઉદ્યોગપતિ માંગીલાલ જરોલી અને તેમના પરિવારે તેમની ઇચ્છા પૂર્ણ થયા બાદ ભગવાન સાંવલિયા સેઠને 10 કિલો ચાંદીથી બનેલો પેટ્રોલ પંપ ભેટમાં આપ્યો. આ અનોખા દાન વિશે ખૂબ ચર્ચા થઈ રહી છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાઈરલ થઈ રહી છે.

માનતા પૂરી થતા ચાંદીનો પેટ્રોલ પંપ અને છપ્પન ભોગ અર્પણ કર્યા 

માનતા માન્યાના થોડા દિવસોમાં જ ઠાકુરજીએ તેમની ઇચ્છા પૂર્ણ કરી અને તાજેતરમાં જ બડી સદરી વિસ્તારમાં સાંવલિયા ફિલિંગ સ્ટેશનના નામે તેનું સત્તાવાર ઉદ્ઘાટન કર્યું. જેના કારણે, સાંવલિયા શેઠના દરબારમાં કરેલી ઇચ્છા પૂર્ણ થયા પછી, પરિવારના સભ્યો ડીજે સાથે ચાંદીના પેટ્રોલ પંપ સાથે શહેરભરમાં નાચતા અને ગાતા ઠાકુરજીના મંદિરે પહોંચ્યા. તેઓએ ઠાકુરજીને છપ્પન ભોગ અર્પણ કર્યા અને ચાંદીના પેટ્રોલ પંપની છબી અર્પણ કરી અને આખો પંડાલ સાંવલિયા સેઠના મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યો. આના ઘણા ફોટો અને વીડિયો સામે આવ્યા છે.

આ પણ વાંચો: સરકાર દ્વારા બનાવાયેલા GeM પોર્ટલમાં ભ્રષ્ટાચાર! પ્રોડક્ટ અપલોડ કરવા પણ વહીવટ કરવો પડે

સાંવલિયા સેઠ મંદિર શ્રદ્ધાનું કેન્દ્ર 

ચિત્તોડગઢના માંડફિયામાં આવેલું સાંવલિયા સેઠ મંદિર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના ભક્તો માટે શ્રદ્ધાનું મુખ્ય કેન્દ્ર છે. એવું માનવામાં આવે છે કે અહીં માનવામાં આવતી દરેક માનતા પૂર્ણ થાય છે. ભક્તો તેમની સફળતા અને સમૃદ્ધિનો શ્રેય સાંવલિયા સેઠને આપે છે અને સોના અને ચાંદીની અનોખી વસ્તુઓ અર્પણ કરે છે. તાજેતરમાં મંદિરના ભંડારમાંથી 29 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો ફાળો મળ્યો હતો. જેમાં 142 કિલો ચાંદી અને 994 ગ્રામ સોનું સામેલ હતું.

ચાંદીનો પેટ્રોલ પંપ અને છપ્પન ભોગ... બાધા પૂરી થતાં મંદિરમાં યુવકે ભગવાનને ચઢાવી ભેટ 2 - image

Tags :