Get The App

ડાયરા કલાકાર દેવાયત ખવડના જામીન રદ, કોર્ટે 30 દિવસમાં આત્મસમર્પણ કરવા આપ્યો આદેશ

Updated: Nov 11th, 2025

GS TEAM

Google News
Google News
ડાયરા કલાકાર દેવાયત ખવડના જામીન રદ, કોર્ટે 30 દિવસમાં આત્મસમર્પણ કરવા આપ્યો આદેશ 1 - image


Devayat Khavad News: સતત વિવાદમાં રહેતા એવા જાણીતા ડાયરા કલાકાર દેવાયત ખવડને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કર્યા છે. 30 દિવસમાં ચાંગોદર પોલીસ મથકમાં આત્મસમર્પણ કરવા આદેશ આપ્યો છે.

મળતી માહિતી અનુસાર, ફરિયાદ ધ્રુવરાજ ચૌહાણ દ્વારા જામીન રદ કરવાની અરજી કરાઈ હતી. દેવાયત ખવડ દ્વારા જામીનની શરતોનો ભંગ કરી સાક્ષીઓને ડરાવવા ધમકાવતા હોવાથી જામીન રદ કરવા રજૂઆત કરાઈ હતી. જે અરજી પર કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કર્યા છે.

Tags :