Get The App

માનવતાને શરમાવે તેવી ઘટના! ગંગા નદીમાં અધિકારી ડૂબ્યાં તો તરવૈયાએ બચાવવા રૂ. 10000 માગ્યા

Updated: Sep 1st, 2024

GS TEAM

Google News
Google News
માનવતાને શરમાવે તેવી ઘટના! ગંગા નદીમાં અધિકારી ડૂબ્યાં તો તરવૈયાએ બચાવવા રૂ. 10000 માગ્યા 1 - image

Deputy Director Of Health Department In Varanasi Drowned In Ganga River: ઉત્તર પ્રદેશના વારાણસીમાં આરોગ્ય વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પદ પર ફરજ નિભાવતા આદિત્યવર્ધન સિંહ ગંગા નદીમાં ડૂબી ગયા હતા. મળતી માહિતી અનુસાર આદિત્યવર્ધન પોતાના મિત્રો સાથે ગંગામાં સ્નાન કરવા માટે બિલ્હૌર વિસ્તારમાં ગયા હતા. આ દરમિયાન તે અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયા અને તેનો પગ લપસી ગયો હતો. જ્યારે તે ડૂબી રહ્યા હતા ત્યારે ત્યાં હાજર સ્થાનિક તરવૈયાએ ​તેમને બચાવવા રૂ. 10,000ની માંગણી કરી હતી.

આદિત્યવર્ધન સિંહ મૂળ રીતે ઉન્નાવ જિલ્લાના બાંગરમઉ વિસ્તારના કબીરપુર ગામનો રહેવાસી હતા. તેમનો પરિવારમાં 16/1435 ઈન્દિરાનગર, લખનૌ ખાતે રહે છે. શનિવારે તે વિસ્તારના બે મિત્રો પ્રદીપ તિવારી અને યોગેશ્વર મિશ્રા સાથે કાર દ્વારા લખનૌથી નીકળીને બાંગરમાઉના નાનામાઉ વિસ્તારમાં પહોંચ્યા હતા.

અહીં તેઓ બિલહૌર વિસ્તારના નાનામાઉ ગામ પાસે ગંગામાં સ્નાન કરી રહ્યા હતા, ત્યારે અચાનક આદિત્યવર્ધનનો પગ લપસી ગયો અને તે ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. તેમના ડૂબી જવાની માહિતી મળ્યા બાદ કાનપુર પ્રશાસન મોટર બોટ અને સ્થાનિક તરવૈયાની મદદથી તેમની શોધખોળ કરી રહી. જો કે હજુ સુધી તેમનો કોઈ પત્તો મળ્યો નથી.

આ પણ વાંચોઃ ક્યાંક મજૂરની હત્યા તો ક્યાંક વૃદ્ધની ધોલાઇ... શંકા હેઠળ લોકોની ભીડે ક્રૂરતાની હદો વટાવી

આ ઘટના સમયે સ્થળ પર હાજર તેના મિત્ર પ્રદીપ તિવારીએ મદદ માટે બૂમો પાડી હતી. આ દરમિયાન સ્થળ પર હાજર એક સ્થાનિક તરવૈયાએ આદિત્ય વર્ધનને ડૂબતા બચાવવા માટે 10,000 રૂપિયાની માંગણી કરી હતી. ત્યારે પ્રદીપ તિવારીએ ફટાફટ મોબાઈલ ફોન દ્વારા સ્થાનિક રહેવાસીએ આપેલા એકાઉન્ટ પર સુનીલ કશ્યપ નામના વ્યક્તિના ખાતામાં 10,000 રૂપિયા જમા કર્યા હતા. તેણે આના પુરાવા પણ બતાવ્યા છે. જોકે તેણે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કર્યા ત્યાં સુધીમાં તેઓ ઊંડા પાણીમાં ગાયબ થઈ ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તેને સમયસર બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હોત તો તે ડૂબતા બચી શક્યા હોત.

માનવતાને શરમાવે તેવી ઘટના! ગંગા નદીમાં અધિકારી ડૂબ્યાં તો તરવૈયાએ બચાવવા રૂ. 10000 માગ્યા 2 - image

Tags :