Get The App

દિલ્હીમાં 11ની જગ્યાએ 13 જિલ્લા થઈ જશે, 7ના નામ બદલાશે, 2 નવા ઉમેરાશે, જુઓ યાદી

Updated: Nov 23rd, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીમાં 11ની જગ્યાએ 13 જિલ્લા થઈ જશે, 7ના નામ બદલાશે, 2 નવા ઉમેરાશે, જુઓ યાદી 1 - image


Delhi news : રાજધાની દિલ્હીમાં વહીવટી વ્યવસ્થાને વધુ સુવિધાજનક અને લોકો માટે સરળ બનાવવાના હેતુથી દિલ્હી સરકાર મહેસૂલી જિલ્લાઓની સીમામાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. નવા પ્રસ્તાવ મુજબ, દિલ્હીમાં હવે 11ને બદલે 13 જિલ્લા અને 33ને બદલે 39 પેટા-વિભાગ (Sub Division) હશે. નવા જિલ્લાઓનું સીમાંકન મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝોન મુજબ કરવામાં આવ્યું છે.

શા માટે કરવામાં આવી રહ્યો છે આ ફેરફાર?

સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી સરકારની કેબિનેટે આ પ્રસ્તાવને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયમાં તેને ઉપરાજ્યપાલ પાસે અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવશે. આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ્ય દિલ્હીના નાગરિકોને સરકારી કચેરીઓના ચક્કર ખાવામાંથી મુક્તિ અપાવવાનો છે. સરકાર એવા જિલ્લાઓ બનાવવા માંગે છે જ્યાં કાયદો અને વ્યવસ્થા સિવાયના તમામ સરકારી કામો માટે લોકોને એક જ કાર્યાલયમાં સુવિધા મળી રહે.

સૂચિત 13 નવા જિલ્લા અને તેના પેટા-વિભાગો

જૂની દિલ્હી: સદર બજાર, ચાંદની ચોક

મધ્ય ડિફેન્સ: કોલોની, કાલકાજી

નવી દિલ્હી: દિલ્હી કેન્ટ, નવી દિલ્હી

સિવિલ લાઇન્સ: અલીપુર, આદર્શ નગર, બાદલી

કરોલ બાગ: મોતી નગર, કરોલ બાગ

કેશવ પુરમ: શાલીમાર બાગ, શકુર બસ્તી, મોડેલ ટાઉન

નરેલા: મુંડકા, નરેલા, બવાના

નજફગઢ જિલ્લો: કાપસહેડા, દ્વારકા, નજફગઢ, બિજવાસન-વસંત વિહાર

રોહિણી: કિરાડી, મંગોલપુરી, રોહિણી

શાહદરા દક્ષિણ: ગાંધી નગર, વિશ્વાસ નગર, કોંડલી

શાહદરા ઉત્તર: કરવલ નગર, સીમાપુરી, સીલમપુર, શાહદરા

દક્ષિણ: મહરૌલી, માલવીય નગર, દેવલી, આરકે પુરમ

પશ્ચિમ: વિકાસપુરી, જનકપુરી, માદીપુર

આ ફેરફાર બાદ યમુના પાર વિસ્તારમાં પૂર્વ અને ઉત્તર-પૂર્વી જિલ્લા નહીં હોય, તેના બદલે શાહદરા ઉત્તર અને શાહદરા દક્ષિણ જિલ્લા હશે. તેવી જ રીતે, ઉત્તરી જિલ્લાની જગ્યાએ સિવિલ લાઇન્સ અને જૂની દિલ્હી જિલ્લાની રચના થશે.


Tags :