Get The App

દિલ્હીમાં તોફાનોના પ્લાનિંગ માટે AAPના કાઉન્સિલર તાહિર હુસૈને 1.30 કરોડનો ખર્ચો કર્યો હતો

Updated: Jun 3rd, 2020

GS TEAM

Google News
Google News
દિલ્હીમાં તોફાનોના પ્લાનિંગ માટે AAPના કાઉન્સિલર તાહિર હુસૈને 1.30 કરોડનો ખર્ચો કર્યો હતો 1 - image

નવી દિલ્હી,  તા.3 જુન 2020, બુધવાર

ફેબ્રુઆરી મહિનામાં દિલ્હીમાં થયેલા કોમી તોફાનોના મામલામાં પોલીસે આમ આદમી પાર્ટીના સસ્પેન્ડેડ કાઉન્સિલર તાહિર હુસૈન સહિત 15 વ્યક્તિઓ સામે ચાર્જશીટ ફાઈલ કરી છે.

પોલીસે એવો સનસનીખેજ ખુલાસો કર્યો છે કે, તાહિર હુસેન તોફાનો વખતે પોતાના ઘરમાં જ અગાસી પર હતો. આ વિસ્તારમાં તેણે જ હિંસા ભડકાવી હતી.ા માટેનુ પ્લાનિંગ કરવા તેણે 1.30 કરોડ રુપિયા ખર્ચયા હતા. તોફાનો પહેલા તેણે સીએએ અને એનઆરસી સામે પ્રદર્શન કરી રહેલા લોકો સાથે વાતચીત કરી હતી. તેમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલીદનો પણ સમાવેશ થાય છે.

દિલ્હીમાં તોફાનોના પ્લાનિંગ માટે AAPના કાઉન્સિલર તાહિર હુસૈને 1.30 કરોડનો ખર્ચો કર્યો હતો 2 - imageપોલીસે આરોપ મુક્યો છે કે, તોફાનો માટે પહેલેથી તૈયારીઓ કરી હતી.લોકો સાથે વાત કરીને નક્કી કરાયુ હતુ હતુ કે, જ્યારે અમેરિકન પ્રમુખ દિલ્હીની મુલાકાતે આવશે ત્યારે દિલ્હીમાં તોફાનો શરુ કરાશે.

Tags :