India

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ! 18 અત્યાધુનિક હથિયારો સાથે 9 શખ્સોની ધરપકડ, ISI કનેક્શનની તપાસ

By GS TEAM
28 Apr 20262 mins read
TukuTouch Logo
ભારતીય સુરક્ષા એજન્સીઓએ દિલ્હીમાં ભયાનક તબાહી મચાવવાના ષડયંત્રને નિષ્ફળ બનાવી વિદેશમાં સંપર્ક ધરાવતા 9 લોકોની ધરપકડ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે, તેઓ પાસેથી 18 અત્યાધુનિક હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ગેંગ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળમાં સંપર્ક ધરાવતી હોવાનો અને ત્યાંથી હથિયારો ભારતમાં ઘૂસાડતા હોવાનો ખુલાસો થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ! 18 અત્યાધુનિક હથિયારો સાથે 9 શખ્સોની ધરપકડ, ISI કનેક્શનની તપાસ

Delhi Terror Conspiracy : ભારતીય સુરક્ષા એજન્સીઓએ દિલ્હીમાં ભયાનક તબાહી મચાવવાના ષડયંત્રને નિષ્ફળ બનાવી વિદેશમાં સંપર્ક ધરાવતા 9 લોકોની ધરપકડ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે, તેઓ પાસેથી 18 અત્યાધુનિક હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ગેંગ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળમાં સંપર્ક ધરાવતી હોવાનો અને ત્યાંથી હથિયારો ભારતમાં ઘૂસાડતા હોવાનો ખુલાસો થયો છે.

અનેક રાજ્યોમાં હથિયારો પહોંચાડવાની ફિરાકમાં

એજન્સીઓએ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળની શંકાસ્પદ સીમા પારના ગેંગની તપાસ કર્યા બાદ 9 લોકોની ધરપકડ કરી છે. તપાસમાં એવી માહિતી સામે આવી છે કે, ઝડપાયેલા આ લોકો ત્રણેય દેશોની અંદર સંપર્ક ધરાવતા હતા અને તેઓ મુંગેરના રસ્તે અનેક રાજ્યોમાં હથિયારો પહોંચાડવાની ફિરાકમાં હતાં. આ મામલામાં NIAના વોન્ટેડ આરોપી શાહબાજ અંસારીનો હાથ હોવાની પણ એજન્સી તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : યુદ્ધ નહીં વાતચીત જ રસ્તો: SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ 'વસુધૈવ કુટુંબકમ' અને શાંતિનો આપ્યો મંત્ર

ભારતના યુવાઓને આતંકી પ્રવૃત્તિમાં સામેલ કરવાનું ષડયંત્ર

તાજેતરમાં જ ISIના ઈશારે કામ કરનારા બે ગેંગસ્ટરની નોઈડામાંથી ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને યુવાઓને ભડકાવવાનું, સ્લીપર સેલ બનાવવાનું અને મહત્ત્વના સ્થળોની તપાસ કરવામાં સામેલ હતા. તેઓનો ઉદ્દેશ્ય ભારતને નુકસાન પહોંચાડવાનો અને ટાર્ગેટ કિલિંગને અંજામ આપવાનો હતો.

NIAના વોન્ટેડ આરોપીની પણ તપાસ

હથિયારો ભારતમાં ઘૂસાડવાના મામલામાં ઉત્તર પ્રદેશના રહેવાસી અને NIAના વોન્ટેડ આરોપી શાહબાજ અંસારીનો હાથ હોવાની આશંકા બાદ એજન્સીઓએ તેની તપાસ શરૂ કરી દીધી છે. NIAની તપાસમાં પંજાબના જાણીતા સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યામાં ઉપયોગ થયેલા હથિયારો શાહબાજે જ સપ્લાય કર્યા હોવાનું સામે આવ્યું હતું, ત્યારબાદ શાહબાજ વોન્ટેડ છે.

આ પણ વાંચો : અકસ્માત થતા જ AI સિસ્ટમ એમ્બ્યુલન્સ બોલાવશે! ભારતનો સૌથી મોટો ડિજિટલ હાઈવે બનશે ગંગા એક્સપ્રેસ વે