India

દિલ્હીની શૉકિંગ ઘટના: કારમાં આગળ બેસવા મામલે ઝઘડો થતાં દીકરાએ વૃદ્ધ પિતાને ગોળી મારી દીધી

By GS TEAM
28 Jun 20252 mins read
TukuTouch Logo
રાજધાની દિલ્હીના તિમારપુર વિસ્તારમાંથી એક ખૂબ જ ચોંકાવનારો મામલે સામે આવ્યો છે. અહીં એક 26 વર્ષીય યુવકે કથિત રીતે કારમાં આગળની સીટ પર બેસવાને લઈને થયેલા ઝઘડામાં પોતાના વૃદ્ધ પિતાની ગોળી મારીને હત્યા કરી નાખી છે. મૃતક CISFના નિવૃત્ત સબ-ઈન્સ્પેક્ટર હતા. પોલીસ સૂત્રોએ શુક્રવારે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પરિવારે ઉત્તરાખંડમાં પોતાના પૈતૃક ગામ જવા માટે કાર ભાડે લીધી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હીની શૉકિંગ ઘટના: કારમાં આગળ બેસવા મામલે ઝઘડો થતાં દીકરાએ વૃદ્ધ પિતાને ગોળી મારી દીધી

Delhi Crime: રાજધાની દિલ્હીના તિમારપુર વિસ્તારમાંથી એક ખૂબ જ ચોંકાવનારો મામલે સામે આવ્યો છે. અહીં એક 26 વર્ષીય યુવકે કથિત રીતે કારમાં આગળની સીટ પર બેસવાને લઈને થયેલા ઝઘડામાં પોતાના વૃદ્ધ પિતાની ગોળી મારીને હત્યા કરી નાખી છે. મૃતક CISFના નિવૃત્ત સબ-ઈન્સ્પેક્ટર હતા. પોલીસ સૂત્રોએ શુક્રવારે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પરિવારે ઉત્તરાખંડમાં પોતાના પૈતૃક ગામ જવા માટે કાર ભાડે લીધી હતી.

પોલીસે આરોપીની ઘટનાસ્થળેથી ધરપકડ કરી

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, હત્યાના આરોપી પુત્રની ઓળખ દીપક તરીકે થઈ છે. પોલીસે આરોપીની ઘટનાસ્થળેથી ધરપકડ કરી લીધી અને ગુનામાં વપરાયેલી બંદૂક અને 11 કારતૂસ રિકવર કરી લીધા છે. 

હત્યાની આ ઘટના ગુરુવારે સાંજે 7:30 વાગ્યે તિમારપુરના એમએસ બ્લોક પાસે બની હતી, જ્યાં પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ કર્મચારીઓએ ગોળીનો અવાજ સાંભળ્યો અને ઘટના સ્થળ પર પહોંચી ગયા. પોલીસે જોયું કે, ફુટપાથ પર લોહીથી લથપથ એક વ્યક્તિ પડ્યો હતો અને સ્થાનિક લોકો આરોપી પાસેથી બંદૂક છીનવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 

આ પણ વાંચો: ગુજરાતમાં આજે 11 જિલ્લામાં વરસાદનું રેડ ઍલર્ટ, દ્વારકા મંદિર પર અડધા સ્તંભ પર ધજા ચડાવાઈ

6 મહિના પહેલા નિવૃત થયા હતા

મૃતકની ઓળખ 60 વર્ષીય સુરેન્દ્ર સિંહ તરીકે થઈ છે, જેઓ CISFના નિવૃત્ત સબ-ઈન્સ્પેક્ટર હતા. સૂત્રોએ જણાવ્યું કે, લોહીથી લથપથ હાલતમાં સુરેન્દ્ર સિંહને નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યા.

સૂત્રોએ જણાવ્યું કે, ગોળી તેમના ડાબા ગાલ પર વાગી હતી. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે 6 મહિના પહેલા CISFમાંથી નિવૃત્ત થયેલા સુરેન્દ્ર સિંહનો પરિવાર ઉત્તરાખંડમાં પોતાના પૈતૃક ગામમાં સ્થાયી થવાની તૈયારી કરી રહ્યો હતો.

પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, તેઓએ એક કાર ભાડે લીધી અને તેમાં પોતાનો સામાન ભરી રહ્યા હતા. આ દરમિયાન સુરેન્દ્ર અને તેના પુત્ર દીપક વચ્ચે આગળની સીટ પર કોણ બેસશે તે અંગે ઝઘડો શરૂ થઈ ગયો. ઝઘડો એટલો વધી ગયો કે દીપકે તેના પિતાને ગોળી મારી દીધી. પોલીસે આ સંદર્ભે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.