Get The App

દિલ્હીની સ્કૂલોમાં બાળકોની રમત-ગમત બંધ, ઝેરી હવાને કારણે ગેસ ચેમ્બર જેવી હાલત

Updated: Nov 21st, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની સ્કૂલોમાં બાળકોની રમત-ગમત બંધ, ઝેરી હવાને કારણે ગેસ ચેમ્બર જેવી હાલત 1 - image


Delhi pollution News : દેશની રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા સતત બગડી રહી છે અને હવે તે 'શ્વાંસ રંધાઈ જાય તેવી' બની રહી છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સતત 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં રહેવાને કારણે, દિલ્હી સરકારે શાળાઓમાં તમામ પ્રકારની રમતગમત અને આઉટડોર પ્રવૃત્તિઓને તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટની ટકોર બાદ નિર્ણય 

આ આદેશ સુપ્રીમ કોર્ટની ટકોરના એક દિવસ બાદ આવ્યો છે, જેમાં કોર્ટે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)ને નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં દિલ્હીની શાળાઓમાં રમતગમતની પ્રવૃત્તિઓ રોકવા માટે નિર્દેશો જારી કરવા પર વિચાર કરવા કહ્યું હતું.

દિલ્હીની હવાની ગુણવત્તા 

રાષ્ટ્રીય રાજધાનીમાં શુક્રવારે હવાની ગુણવત્તા 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં રહી અને વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 370 નોંધાયો, જે ગુરુવારે 391 હતો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના આંકડા મુજબ, દિલ્હીના કુલ 23 મોનિટરિંગ સ્ટેશનોએ 'ખૂબ જ ખરાબ' હવાની ગુણવત્તા નોંધી, જ્યારે 13 સ્થળોએ પ્રદૂષણનું સ્તર 'ગંભીર' જોવા મળ્યું. વઝીરપુરમાં સૌથી વધુ AQI 442 નોંધાયો હતો.

CAQMની એડવાઈઝરી 

સુપ્રીમ કોર્ટના સૂચન બાદ, CAQMએ દિલ્હી-NCRની તમામ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને રમતગમત સંઘો માટે એક એડવાઈઝરી જારી કરી છે. તેમાં કહેવાયું છે કે દિલ્હીમાં હવાની વર્તમાન ગુણવત્તા બાળકોના સ્વાસ્થ્ય માટે જોખમી છે અને તમામ પ્રકારની રમતગમત સ્પર્ધાઓને હાલ પૂરતી મુલતવી રાખવામાં આવે.

હવાની ગુણવત્તા AQIના આધારે સમજો

0-50: 'સારી'

51-100: 'સંતોષકારક'

101-200: 'મધ્યમ'

201-300: 'ખરાબ'

301-400: 'ખૂબ જ ખરાબ'

401-500: 'ગંભીર'

Tags :