Get The App

શાળામાં હાઈબ્રિડ મોડ ઓન, 50 ટકા કર્મચારીઓ માટે વર્કફ્રોમ હોમ ફરજિયાત; દિલ્હી સરકારનું મોટું એલાન

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
શાળામાં હાઈબ્રિડ મોડ ઓન, 50 ટકા કર્મચારીઓ માટે વર્કફ્રોમ હોમ ફરજિયાત; દિલ્હી સરકારનું મોટું એલાન 1 - image



Delhi Pollution: દિલ્હી ધીમે ધીમે 'ગેસ ચેમ્બર' બની રહ્યું છે. પ્રદૂષણ એટલા હદે વધી ગયું છે કે રાજધાનીમાં AQI (એર ક્વોલિટી ઇંડેક્સ) 400ને પાર પહોંચી ગયો છે. જે બાદ દિલ્હી NCRમાં ગ્રેપ(GRAP) 4ના પ્રતિબંધો લાગુ કરવાનો નિર્ણય લેવામાં અવાયો છે. જે કારણે ઘણી વસ્તુઓ પ્રતિબંધના દાયરામાં આવી જશે. 

કયા કયા કાર્યો પર સંપૂર્ણ પ્રતિબંધ

ગ્રેપ 4 અનુસાર દિલ્હી NCRમાં નિર્માણ કાર્યો પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે સાથે જ પત્થર તોડનાર (સ્ટોન ક્રશર)નું કામકાજ પણ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ અને ગાઝિયાબાદમાં BS 3ની પેટ્રોલ અને BS 4ની ડીઝલ કારો ચલાવવાની મનાઈ ફરમાવવામાં આવી છે. સાથે જ પાંચ ધોરણ સુધીની શાળાઑ હાઈબ્રિડ મોડમાં ચાલશે. એટલે કે ઓનલાઈન અને ઓફલાઇન જરૂર મુજબ બાળકોને ભણાવવામાં આવશે.

ગ્રેપ 4 ક્યારે લાગે છે?

  • પહેલું ચરણ: AQI 201 થી 300
  • બીજું ચરણ: AQI  301 થી 400
  • ત્રીજી ચરણ: AQI 401 થી 450
  • ચોથું ચરણ:  AQI 450 થી વધારે (ગ્રેપ 4 અમલમાં આવે છે )

'દિલ્હીમાં પ્રદૂષણ અટકાવવું જરૂરી'

11 ડિસેમ્બરના રોજ ઓડિશાના રહેવાસી સાંસદ મંગરાજે સંસદમાં શૂન્યકાળ દરમિયાન ‘દિલ્હી પ્રદૂષણ’નો મુદ્દો ઉઠાવી દિલ્હી અને ઓડિશાની તુલના કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘કુદરતી આફતો સામે લડવા માટે ઓડિશા કુશળ કામગીરી કરતું રહ્યું છે, તેથી દિલ્હીના વાયુ પ્રદૂષણને કંટ્રોલ કરવા માટે ઓડિશાની જેમ કામ કરવાની જરૂર છે. ઓડિશા ચક્રવાત-પૂર-કુદરતી આપત્તિઓ સામે સતત લડતું રહ્યું છે, હું જાણું છું કે સંકટ કેવું દેખાય છે. પરંતુ જે વસ્તુ મને પરેશાન કરે છે તે છે... રાજધાની દિલ્હી...’

આ પણ વાંચો: SBIએ હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડાની કરી જાહેરાત, જાણો કેટલી ઓછી થઈ ગઈ EMI

સત્ર યોજવા દિલ્હીના બદલે છ શહેરોનો વિકલ્પ

સાંસદ મંગરાજે ઝેરી હવાના સંપર્કમાં આવતા સંસદના સભ્યોસ સંસદીય અધિકારીઓ, ડ્રાઇવરો, સફાઈ કર્મચારીઓ અને ગૃહને ચાલુ રાખનારા સુરક્ષા કર્મચારીઓની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘આપણાથી આ લોકોની સમસ્યાઓને નજરઅંદાજ ન કરાય, આપણાથી બધું જ સામાન્ય ચાલી રહ્યું હોવાનો દેખાડો ન કરાય. જે મહિનામાં દિલ્હીમાં હવાનું પ્રદૂષણ સૌથી વધુ હોય ત્યારે સંસદ સત્રો યોજવાથી જીવન જોખમમાં આવી જાય છે. જો આપણે આ જોખમ ટાળવું હોય તો દિલ્હીના બદલે સ્વચ્છ હવા અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા ગાંધીનગર, ભુવનેશ્વર, હૈદરાબાદ, બેંગલુરુ અને દેહરાદૂન જેવા શહેરોનો વૈકલ્પિક ઉપયોગ કરવો જોઈએ.’

Tags :