લાલ કિલ્લા હિંસાના માસ્ટરમિન્ડ દીપ સિદ્ધુની ધરપકડ માટે દિલ્હી પોલીસની ટીમો રવાના
નવી દિલ્હી, તા. 30 જાન્યુઆરી 2021, શનિવાર
પ્રજાસત્તાક પર્વ ઉપર દિલ્હીના લાલ કિલ્લા પાસે હિંસા ભડકાવવાના આરોપી દીપ સિદ્ધુની જલ્દી ધરપકડ થિ શકે છે. દીપ સિદ્ધુની ધરપકડ માટે દિલ્હી પોલીસની બે ટીમ પંજાબ જવા માટે રવાના થઇ છે. એવું જાણવા પણ મળી રહ્યું છે કે દિલ્હી પોલીસની ટીમો પંજાબના કેટલાક શહેરોમં દરોડા કરશે જેના કારણે દીપ સિદ્ધુને પકડી શકાય.
લાલ કિલ્લાની પ્રાચીર પર ધાર્મિક ઝોંડો લગાવવાના આરોપોમાં દીપ સિદ્ધુ સામે કેસ નોંધવામાં આવ્યો છે. સિદ્ધુની ધરપકડ માટે દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાંચની ટીમ પહેલાથી જ પંજાબમાં મોજુદ છે. ઉલ્લેખનીય છે કે પ્રજાસત્તાક દિવસ ઉપર રાજધાનીમાં હિંસા અને લાલ કિલ્લાની ઘટના સંબંધમાં પ્રાથમિક તપાસમાં પંજાબી અભિનેતા દીપ સિદ્ધુ અને ગેંગસ્ટરમાંથી સામાજિક કાર્યકર્તા બનેલા લક્ખા સિધાનું નામ સામે આવ્યું છે.
દિલ્હી પોલીસે ઉત્તર દિલ્હીના કોતવાલી પોલીસ સ્ટેશનમાં આઇપીસીની વિવિધ ધારાઓ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. જેની અંદર સાર્વજનિક સંપતિને નુકસાન પહોંચાડવાનો આરોપ પણ સામેલ છે. આ તરફ દીપ સિદ્ધુએ થોડા દિવસ પહેલા એક વીડિયોના માધ્યમથી કહ્યું હતું કે મારી સામે ધરપકડનું વોરન્ટ નિકળ્યું છે. હું તપાસમાં સહયોગ આપીશ, સત્ય સામે લાવવા માટે મારે થોડો સમય જોઇશે.