India

દિલ્હીમાં આતંકી હુમલાનાં ખતરાને પગલે હાઇ એલર્ટ, સુરક્ષા વધારવામાં આવી

By GS TEAM
10 May 20261 min read
દિલ્હીમાં આતંકી હુમલાનાં ખતરાને પગલે હાઇ એલર્ટ, સુરક્ષા વધારવામાં આવી

નવી દિલ્હી: દિલ્હીમાં આતંકી હુમલાની શક્યતાને પગલે હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓએ  ભાજપ મુખ્યમથક અને મહત્ત્વપૂર્ણ સરકારી કાર્યાલયો સહિત ભીડવાળી જગ્યાઓએ સુરક્ષા વધારી દીધી છે. સંભવિત આત્મઘાતી હુમલા અને આઇઆઇડી ખતરાઓને ધ્યાનમાં રાખતા  એડિશનલ પોલીસ ફોર્સ, બોંબ નિરોધક ટીમો તૈનાત કરવામાં આવી છે. દિલ્હી પોલીસ શહેરનાં મુખ્ય બજારો, પરિવહન કેન્દ્રો અને સંવેદનશીલ રહેણાંક વિસ્તારોમાં તપાસ અભિયાન અને વાહનોનું ચેકિંગ કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આતંકી ખતરાની બાતમી મળ્યા પછી દિલ્હી પોલીસની સાથે અન્ય સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ મોડ પર આવી ગઇ છે. દિલ્હી પોલીસની સાથે સુરક્ષા એજન્સીઓએ પણ અનેક સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારી દીધી છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર દીન દયાલ ઉપાધ્યાય માર્ગ પર આવેલ ભાજપ  મુખ્યાલય અને આસપાસની સરકારી સંસ્થાઓમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત એડિશનલ સશસસ્ત્ર જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હી બેરિકેડ લગાવીને વાહનોની સઘન તપાસ કરી રહી છે.