Updated: Mar 22nd, 2022
નવી દિલ્હી, તા. 22 માર્ચ 2022, મંગળવાર
ભારતની રાજધાની દિલ્હીના નામે એક અનિચ્છનીય રેકોર્ડ નોંધવામાં આવ્યો છે. હકીકતમાં દિલ્હી સતત બીજા વર્ષે વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની બની ગઈ છે. દિલ્હી બાદ બીજો નંબર બાંગ્લાદેશની રાજધાની ઢાંકાનો આવે છે.
ચાડની રાજધાની નજામિના ત્રીજી સૌથી વધારે પ્રદૂષિત રાજધાની છે. આ પછી તાજિકિસ્તાનની રાજધાની દુશાન્બે અને ઓમાનની રાજધાની મસ્કત સૌથી પ્રદૂષિત રાજધાનીઓમાં સામેલ છે.
દિલ્હીમાં 2021માં PM2.5 થી 96.4 Ig/m3 થઈ ગઈ. આ 2020માં 84 Ig/m3 હતી. 2020 માં તે 84 Ig/m3 હતી. દિલ્હીમાં આ વર્ષે PM2.5 માં 14.6 ટકાનો વધારો જોવા મળ્યો છે. ભારતમાં દિલ્હી સહીત કેટલાય રાજ્યોમાં પ્રદૂષણની સમસ્યા સતત વધી રહી છે. 2021માં સેન્ટ્રલ અને સાઉથ એશિયાના 15 સૌથી પ્રદૂષિત શહેરોમાં 12 શહેરો ભારતના હતા.