India

દિલ્હીમાં ફરી બ્લાસ્ટનો અવાજ સંભળાયાની ફરિયાદ, પોલીસમાં દોડધામ; તપાસ બાદ કશું શંકાસ્પદ ન મળ્યું

By GS TEAM
13 Nov 20251 min read
TukuTouch Logo
Explosion sound near Radisson Hotel : દિલ્હીની રેડિસન હોટલ પાસે મોટા ધડાકાનો અવાજ આવતા અફરાતફરી મચી છે. મહીપાલપુર પાસે થયેલા વિસ્ફોટ બાદ ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બ્લાસ્ટનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હીમાં ફરી બ્લાસ્ટનો અવાજ સંભળાયાની ફરિયાદ, પોલીસમાં દોડધામ; તપાસ બાદ કશું શંકાસ્પદ ન મળ્યું

Explosion sound near Radisson Hotel : દિલ્હીની રેડિસન હોટલ પાસે મોટા ધડાકાનો અવાજ આવતા અફરાતફરી મચી છે. મહીપાલપુર પાસે થયેલા વિસ્ફોટ બાદ ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બ્લાસ્ટનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી. 

પોલીસે તપાસ કરતાં કશું શંકાસ્પદ મળ્યું નહીં 

દિલ્હી પોલીસે સમગ્ર મામલે પ્રાથમિક નિવેદન આપતા કહ્યું છે કે, રેડિસન હોટલ પાસે ધડાકાનો અવાજ સંભળાયો હોવાની ફરિયાદ હતી. જે બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ 9.18 વાગ્યે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર વિસ્તારમાં તપાસ કર્યા બાદ કશું અજુગતું મળ્યું નથી.