Delhi Excise Policy Case: કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 11 ડિસેમ્બર સુધી લંબાવી

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
Delhi Excise Policy Case: કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 11 ડિસેમ્બર સુધી લંબાવી 1 - image


Image Source: Twitter

- દિવાળીના અવસર પર મનીષ સિસોદિયાને રાઉઝ એવેન્યુ કોર્ટે પોતાની બીમાર પત્નીને મળવાની મંજૂરી આપી હતી

નવી દિલ્હી, તા. 21 નવેમ્બર 2023, મંગળવાર

Delhi Excise Policy Case: દિલ્હી લીકર પોલિસી મામલે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને રાઉઝ એવેન્યુ કોર્ટમાંથી રાહત નથી મળી. કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડીને 11 ડિસેમ્બર સુધી લંબાવી દીધી છે. 

કોર્ટે આ કેસની વિસ્તારથી સુનાવણી કરી અને કહ્યું કે, ED દ્વારા આરોપી વ્યક્તિઓના અનેક દસ્તાવેજો દાખલ કરવાના બાકી છે. આ વચ્ચે કોર્ટે વકીલો પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, 207 સીઆરપીસીનું અનુપાલન ઝડપથી પૂર્ણ કરે. જેથી સુનાવણી શરૂ થઈ શકે. કોર્ટે EDને પણ નોટિસ મોકલી છે અને બેનોય બાબુની વચગાળાની જામીન અરજી પર દલીલ માટે 24 નવેમ્બરની તારીખ નક્કી કરી છે. 

દિવાળીના અવસર પર દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને રાઉઝ એવેન્યુ કોર્ટે પોતાની બીમાર પત્નીને મળવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ દિલ્હી પોલીસ તેમને સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તેમના ઘરે લઈ ગઈ હતી. કોર્ટે સિસોદિયાને પત્નીને મળવા માટે 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી એટલે કે, 6 કલાકનો સમય આપ્યો હતો. સિસોદિયા તેમની પત્ની સાથે તે ઘરમાં મુલાકાત કરી હતી જે હવે દિલ્હી સરકાર દ્વારા આતિશીને સત્તાવાર રીતે ફાળવવામાં આવ્યું છે. આ જ સરકારી આવાસ અગાઉ તત્કાલિન મંત્રી સિસોદિયાને ફાળવવામાં આવ્યું હતું.


Google NewsGoogle News