Get The App

શ્રેય લેવાની હોડ! દિલ્હીના CM-LG વચ્ચે ખેંચતાણ, યુનિવર્સિટી કેમ્પસનું આ રીતે થયું ઉદઘાટન

આઈપી યુનિવર્સિટીના દિલ્હી કેમ્પસના ઉદ્ઘાટન સાથે સંબંધિત છે

ભાજપના કાર્યકરોએ સીએમ કેજરીવાલને કાળા વાવટા બતાવ્યા

Updated: Jun 8th, 2023


Google NewsGoogle News
શ્રેય લેવાની હોડ!  દિલ્હીના CM-LG વચ્ચે ખેંચતાણ, યુનિવર્સિટી કેમ્પસનું આ રીતે થયું ઉદઘાટન 1 - image


કેજરીવાલ સરકાર અને રાજભવન વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ટકરાર સતત વધી રહ્યો છે. તાજેતરનો મામલો આઈપી યુનિવર્સિટીના દિલ્હી કેમ્પસના ઉદ્ઘાટન સાથે સંબંધિત છે. વિવાદ વચ્ચે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આજે સૂરજમલ વિહાર ખાતે ગુરુ ગોવિંદ સિંહ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીના કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું.

 ઉદ્ઘાટન બન્યું વિવાદનું કારણ  

એક તરફ દિલ્હી સરકારે જાહેરાત કરી હતી કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આઈપી યુનિવર્સિટીના કેમ્પસનું ઉદ્ઘાટન કરશે, જ્યારે બીજી તરફ રાજભવનના એક નિવેદનમાં એવું કહેવામાં આવ્યું હતું કે, એલજી વીકે સક્સેના પાસેથી તેના ઉદ્ઘાટન માટે સમય માંગવામાં આવ્યો હતો અને એલજી કેમ્પસનું ઉદ્ઘાટન કરશે.

ભાજપના કાર્યકરોએ સીએમ કેજરીવાલને કાળા વાવટા બતાવ્યા 

ભાજપના નેતાઓ અને કાર્યકરોએ સૂરજમલ વિહારમાં ગુરુ ગોવિંદ સિંહ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીના દિલ્હી કેમ્પસની બહાર કાળા વાવટા બતાવીને અને મોદી-મોદીના નારા લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.


Google NewsGoogle News