India

દિલ્હી બ્લાસ્ટના આરોપી ઉમરની નવી તસવીર આવી સામે, હુમલા પહેલા મોબાઇલ શોપમાં જોવા મળ્યો

By GS TEAM
15 Nov 20252 mins read
TukuTouch Logo
દિલ્હીના લાલ કિલ્લા પર થયેલા કાર બોમ્બ બ્લાસ્ટની તપાસમાં પોલીસને એક મોટો પુરાવો હાથ લાગ્યો છે. પહેલીવાર જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઉમર મોહમ્મદની એ તસવીર સામે આવી છે, જેમાં તે ડૉક્ટરના વેશમાં જોવા મળી રહ્યો છે. સફેદ કોટ, ગળામાં સ્ટેથોસ્કોપ અને સામાન્ય ડૉક્ટર જેવું રૂપ. તપાસ એજન્સીઓના અનુસાર, ડૉક્ટર ડેથના નામથી ઓળખ બનાવનારો આ આતંકી લાલ કિલ્લા પર બોમ્બ રાખવા અને બ્લાસ્ટ કરવામાં જવાબદાર છે

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હી બ્લાસ્ટના આરોપી ઉમરની નવી તસવીર આવી સામે, હુમલા પહેલા મોબાઇલ શોપમાં જોવા મળ્યો

Delhi Blast: દિલ્હીના લાલ કિલ્લા પર થયેલા કાર બોમ્બ બ્લાસ્ટની તપાસમાં પોલીસને એક મોટો પુરાવો હાથ લાગ્યો છે. પહેલીવાર જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઉમર મોહમ્મદની એ તસવીર સામે આવી છે, જેમાં તે ડૉક્ટરના વેશમાં જોવા મળી રહ્યો છે. સફેદ કોટ, ગળામાં સ્ટેથોસ્કોપ અને સામાન્ય ડૉક્ટર જેવું રૂપ. તપાસ એજન્સીઓના અનુસાર, ડૉક્ટર ડેથના નામથી ઓળખ બનાવનારો આ આતંકી લાલ કિલ્લા પર બોમ્બ રાખવા અને બ્લાસ્ટ કરવામાં જવાબદાર છે.


દિલ્હી બ્લાસ્ટ પહેલા આતંકી ઉમર મોબાઇલ દુકાનમાં જોવા મળ્યો

દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે 10 નવેમ્બરના રોજ થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસમાં વધુ એક મહત્ત્વપૂર્ણ કડી સામે આવી છે. મુખ્ય આરોપી આતંકવાદી ડૉ. ઉમર નબી ફરીદાબાદમાં એક મોબાઇલ રિપેર શોપમાં જોવા મળ્યો છે, જ્યાં તે મોબાઇલ ફોન ચાર્જ કરતો જોવા મળે છે. વીડિયોમાં ઉમર તેની બેગમાંથી મોબાઇલ ફોન કાઢીને દુકાનદારને આપતો જોવા મળે છે. વિસ્ફોટ પહેલા લેવામાં આવેલા આ ફૂટેજમાં ઉમર કાળી બેગ પકડીને દુકાનદાર સાથે વાત કરતો દેખાય છે, જે ષડયંત્રમાં નવો ખુલાસો થતો જોવા મળી રહ્યો છે.

ક્યારે થયો બ્લાસ્ટ?

ઉલ્લેખનીય છે કે, 10 નવેમ્બર 2025ના રોજ સાંજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 નજીક બ્લાસ્ટ થયો હતો, જેને સરકારે એક આતંકવાદી હુમલો ગણાવ્યો છે. આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટનાની તપાસ NIA કરી રહી છે અને ઘટના બાદ દિલ્હી સહિત સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઈ છે.

તપાસના પગલે 11 થી 13 નવેમ્બર સુધી લાલ કિલ્લો બંધ કરી દેવાયો, અને ઍરપોર્ટ સહિત તમામ સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવાઈ છે. બ્રિટન સહિત અનેક દેશોએ ભારત માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. સુરક્ષા એજન્સીઓના અનુસાર, આ હુમલાના તાર જૈશ-એ-મોહમ્મદ જેવી આતંકી નેટવર્કથી જોડાઈ શકે છે, જોકે, તપાસ હજુ ચાલી રહી છે અને દરેક નવા પુરાવાની સાથે કેસમાં કેટલાક મહત્ત્વના ખુલાસા થતા જઈ રહ્યા છે.